દરગાહમા સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતા ૧૨ જણા સામે ગુનો
ભુત પ્રેત વળગાડ દુર કરવા તથા માનતા પુરી કરવા મોટી સંખ્યામાં લોકો આવે છે
ેઅમદાવાદ, ગુરૃવાર
ઉસેમાનપુરા દરગાહમાં એકઠા થયેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા વાડજ પોલીસે દરગાહના મૌલવી સહિત ૧૨ જણા સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.દરગાહમાં લોકો એકઠા થયા હોવાના ફોટા તથા વિડીયો સોશિયલ મિડીયામાં વહેતા થતા પોલીસ સફાળી જાગી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી.
કોરોના વાઈરસની મહામારીને પગલે લોકોને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસટન્સનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. તેમછતા ઘણી જગ્યાઓએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન થચું નથી.બીજીતરફ ઉસ્માનપુરામાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસની બાજુમાં આવેલી ઉસ્માનપુરા દરગાહમાં લોકો મોટી સંખ્યામાં એકઠા થઈને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા ન હોવાના ફોટા તથા વિડીયો સોશિયલ મિડીયામાં વાઈરલ થયા હતા. જેને આધારે ૨૩ જુલાઈના રોજ રાત્રે ૮ વાગ્યે વાડજ પોલીસનો કાફલો દરગાહ પર પહોંચ્યો હતો. તેમણે દરગાહમાં જોયું તો એકઠા થયેલા લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું. જેને કારણે વાડજ પોલીસે દરગાહના મૌલવી સહિત ૧૨ જણા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉસ્માનપુરા દરગાહમાં લોકો વળગાડ, ભુત પ્રેત દુર કરવા તથા માનતા માટે મોટી સંખ્યામાં આવતા હોય છે.