Get The App

TV જોવાની સ્કિમ બનાવી 87 ગ્રાહકોને 70.94 લાખના શીશામાં ઉતાર્યા

ગ્રાહકોને દર મહિને 5થી11 હજાર આપવાની લાલચ આપી હતી કંપનીના બે ડાયરેક્ટર સહિત પાંચ જણા સામે ગુનો દાખલ

Updated: Jul 19th, 2020

GS TEAM

Google News
Google News
TV જોવાની સ્કિમ બનાવી 87 ગ્રાહકોને 70.94 લાખના શીશામાં ઉતાર્યા 1 - image


TV જોવાની સ્કિમ બનાવી 87 ગ્રાહકોને 70.94 લાખના શીશામાં ઉતાર્યા 2 - imageઅમદાવાદ,રવીવાર

ટીવી જુઓ અને પૈસા કમાઓ જેવી સ્કિમ બનાવી ૮૭ ગ્રાહકો પાસેથી રૃ.૭૦,૯૪,૩૦૦ ની છેતરપિંડી કરનારા મકરબા સ્થિત કંપનીના બે ડાયરેકટરો સહિત પાંચ જણા સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. વડોદરાના એક રહેવાસીએ ફેસબુક એ યુ ટયુબ પર કંપનીનો વિડીયો જોઈને કંપનીનો સંપર્ક સાધીને કંપીની ફ્રેચાઈઝી લઈને ૮૭ ગ્રાહકો બનાવ્યા હતા. થોડો સમય ગ્રાહકોને દર મહિને પૈસા મળતા હતા. બાદમાં આરોપીઓ ઓફિસ બંધ કરીને ભાગી ગયા હતા.

આ બનાવની વિગત મુજબ મુળ ચાંદખેડામાં રહેતા અને વડોદરામાં સ્થિર થયેલા પ્રશાંત આર.વૈધ(૪૧) ટયુશન ક્લાસ ચલાવે છે. તેમણે ફેસબુક અને યુ ટયુબ પર ડોરોટાયઝર મિડીયા પ્રા.લી. તથા કેચી પીક્ષલની એડનો વિડીયો જોયો હતો. જેથી તેમણે મે ૨૦૧૯માં કંપનીની એસ.જી.હાઈવે મકરબા ખાતે સિગ્નેચર-૧માં આવેલી કંપનીની ઓફિસે જઈ તપાસ કરી હતી. જ્યાં તેમને  ત્રણ શખ્સો મળ્યા હતા અને તેમની ઓળખ કંપનીના ઝોનલ હેડ રજતસિંગ, માર્કેટિંગ મેનેજર વિજય શર્મા અને ઝોનલ હેડ અનિરૃધ્ધ શર્મા તરીકેની આપી હતી.તેમણે પ્રશાંતભાઈને કંપનીની ફ્રેન્ચાઈઝી લેવી હોય તો ગ્રાહકો બનાવવા પડશે અને રૃ.૪૫,૦૦૦ ડિપોઝીટ ભરવી પડશે, એમ કહ્યું હતું. વધુમા તેમણે કહંયું હતું કે ગ્રાહકે રોજના ચાર કલાક ટીવી જોવાનું રહેશે જેના પૈસા કંપની ચુકવશે, એમ જણાવ્યું હતું.

તે સિવાય આ શખ્સોએ પ્રશાંતભાઈને કહ્યું હતું કે કંપનીની ફ્રેનચાઈઝી લેવી હોય તો પાંચ લાખ ડિપોઝીટ ભરવી પડશે અને ડિપોઝીટમાંથી બે લાખ ત્રણ વર્ષ બાદ રિફંડ મળી જશે. ઉપરાંત પ્રશાંતભાઈ જે ગ્રાહકને ટીવી આપે તેમાં એક ટીવી પર તેમનું રૃ.૪,૦૦૦ તથા વધારાના ૭ ટકા કમિશનન મળશે, એવું નક્કી થયું હતું.આથી પ્રશાંતભાઈએ કંપનીની ફ્રેન્ચાઈઝી લઈને વડોદરા અને અમદાવાદમાં  ડોરોટાયઝર અને કેચી પીક્ષલના કંપનીના  કુલ ૮૭ ગ્રાહકો બનાવ્યા હતા. શરૃઆતમાં ગ્રહકોને દર મહિને નક્કી થયેલી રકમ મળતી હતી.

ત્યારબાદ આ કંપનીઓએ માર્ચ ૨૦૨૦માં નવી સ્કિમ બહાર પાડી હતી જેમાં જુના ગ્રાહકો રૃ.૩૪થી ૩૮ હજારની બીજી ડિપોઝીટ ભરીને તેમને આપેલા ટીવીમાં ચારે ને બદલે છલ્લાક ટીવી જુએ તેમને મહિને રૃ.૫ હજારને બદલે રૃ.૧૧,૫૦૦ કંપની તરફથી આપવામાં આવશે, તેમ જણાવાયું હતું. જોકે એપ્રિલ ૨૦૨૦થી તમામ ગ્રાહકોને નાણાં મળવાનું બંધ થઈ ગયું હતું. પ્રશાતભાઈએ  રજતસિંગ અને વિજય શર્મા સાથે વાત કરતા તેમણે કંપનીના ડાયરેક્ટરો અશોકકુમાર શર્મા અને મોહન શમાને ર્ મુંબઈ ખાતે ક્વોરન્ટાઈન કર્યા હોવાથી થોડો સમય પૈસા નહી મળે, એમ કહ્યું હતું. તેમણે ૭ જુનથી ૧૦ જુન સુધીમાં ગ્રાહકોને પૈસા મળી જશે એમ કહ્યુંહતું. પરંતુ પૈસા ન મળતા પ્રશાંતભાઈ અન્ય ગ્રાહકો સાથે કંપનીની મકરબા સ્થિત ઓફિસે ગયા હતા પણ આરોપીઓ ઓફિસ બંધ કરીને ભાગી ગયા હોવાનું જણાયું હતું. આથી પ્રશાંતભાઈે રજતસિંગ, વિજય શર્મા, અનિરૃધ્ધ સર્મા અને બે  ડાયરેક્ટરો અશોકકુમાર શર્મા અને મોહન શર્મા વિરૃધ્ધ સરખેજ પોલીસ સ્ટેશનમાં રૃ.૭૦,૯૪,૩૦૦ ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી

કેવી રીતે ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી

 કંપનીએ આ બનાવમાં ફરિયાદ કરનારા પ્રશાંતભાઈને ગ્રાહકો બનાવવાનું કહીને તેમની પાસે રૃ.૪૫,૦૦૦ ની ડિપોઝીટ ભરાવી હતી. જેમાં કેચી પિક્ષલનું ૩૨ અથવા ૪૨ ઈંચનું  ટીવી અને ડોંગલ આપવાનું રહેશે. જે ટીવી ગ્રાહકે રોજનું ચાર કલાક એમ મહિનામાં ૨૨ દિવસ પોતાના ઘરે અથવા દુકાને ચાલુ રાખવાનું રહેશે, એમ કંપની તરફથી જણાવાયું હતું. જેમાં કંપની ગ્રાહકના ખાતામાં  દર મહિે ને રૃ.૫,૦૦૦ જમા કરાવશે ઉપરાંત ડિપોઝીટમાંથી રૃ.૪૪,૦૦૦ ગ્રાહકને પાંચ વર્ષ પછી પરત મળી જશે એપ્રકારની સ્કિમ હોવાનું જણાવીને છેતરપિંડી કરી હતી.ં

Tags :