Get The App

વડોદરા: ગાયે ભેટી મારતા પશુપાલક દ્વારા હુમલાનો બનાવ : અદાલતે કસૂરવાર ઠેરવતો હુકમ કર્યો

Updated: Oct 29th, 2021

GS TEAM

Google News
Google News
વડોદરા: ગાયે ભેટી મારતા પશુપાલક દ્વારા હુમલાનો બનાવ : અદાલતે કસૂરવાર ઠેરવતો હુકમ કર્યો 1 - image

વડોદરા,તા. 29 ઓક્ટોબર 2021,શુક્રવાર

વર્ષ 2015 દરમિયાન ગાયે ભેટી મારવા અંગે પશુપાલક દ્વારા હુમલાના બનાવમાં અદાલતે પશુપાલકને કસૂરવાર ઠેરવતો હુકમ જાહેર કર્યો છે. જો કે સજા માટે બંને પક્ષોની દલીલો બાદ અંતિમ નિર્ણય લેવાશે.

વર્ષ 2015 દરમિયાન સમા વિસ્તારમાં રહેતા સોનલબેન અગ્રવાલ વિસ્તારના હેન્ડપંપ ઉપર પાણી ભરતા હતા. તે સમયે ગાય તેમને ભેટી મારતાં ઈજાઓ પહોંચી હતી. જેની રજૂઆત કરવા તેઓ ગાયના માલિક નવઘણ ભરવાડ પાસે જતાં તેમણે ઝઘડો કર્યો હતો. અને નવઘણ ભરવાડ સુરજબેન ભરવાડ તથા માયાબેન ભરવાડ ( તમામ રહે -જાનકી ધામ સોસાયટી, સમા કેનાલ પાસે ,સમા, વડોદરા)એ લોખંડની પાઇપ અને લાકડી વડે હુમલો કરી સોનલ બેનને ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે સમા પોલીસે  મારામારી ધાક-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ત્રિપુટીની અટકાયત કરી હતી. જે અંગેના કેસની એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ અદાલત સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફરિયાદી તરફે એ એસ. એસ. કુસ્વાહાએ દલીલો કરી હતી. બંને પક્ષના વકીલોની દલીલો બાદ અદાલતે ત્રણેય આરોપીને આ કેસમાં કસૂરવાર ઠેરવતો હુકમ કરવામાં આવ્યો છે. જોકે તેમની સજા અને દંડ માટે બંને પક્ષના વકીલોની દલીલો બાદ અદાલત નિર્ણય લેશે.

Tags :