લઠ્ઠાકાંડના કેસમાં સાપરાધ મનુષ્ય વધ સહિત નવ કલમ ઉમેરવાની કોર્ટની મંજૂરી
અગાઉ આઇપીસની ૩૦૨ હેઠળ ગુનો નોંધાયો હતો
આઇપીસી ૩૦૪ કલમ ઉમેરવા માટે બરવાળા કોર્ટમાં તપાસ અધિકારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતીઃ
અમદાવાદ
બરવાળા-ધંધુકા લઠ્ઠાકાંડના ઘટના બાદ પોલીસ દ્વારા હત્યા અને
પ્રોહિબીશનની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યા હતા. જો કે કાયદાકીય માર્ગદર્શન બાદ આ
કેસની તપાસમાં ૩૦૨ના બદલે સાપરાધ મનુષ્ય વધની કલમ ૩૦૪ સહિત અન્ય આઠ કલમ ઉમેરવાની રજૂઆત
તપાસ અધિકારી દ્વારા બરવાળા કોર્ટમાં કરવામાં આવી હતી. જે અનુસંધાને બુધવારે ખાસ નિમણૂંક
કરાયેલા સરકારી વકીલે આ સંદર્ભમાં કોર્ટમાં રજૂઆત કરતા કોર્ટ તમામ દલીલોને ગ્રાહ્ય
રાખીને ૩૦૪ સહિતની કલમ ઉમેરવાની મંજૂરી આપતા
આરોપીઓ પર કેસનો ગાળિયો વધુ મજબુત થયો હતો.
આઇપીસી ૩૦૪ કલમ ઉમેરવા માટે બરવાળા કોર્ટમાં તપાસ અધિકારીઓ દ્વારા
રજૂઆત કરવામાં આવી હતીઃ નવી કલમ ઉમેરવામાં આવતા કેસ વધુ મજબુત બન્યો
બરવાળા-ધંધુકાના લઠ્ઠાંકાડમાં પોલીસ દ્વારા ઘટનાના બીજા દિવસે
જ આરોપીઓ વિરૂધ્ધ આ ગુનામાં હત્યાની કલમ ઉમેરીને ગુનો નોંધવામાં આવ્યો હતો. જો કે આ
મામલે પોલીસે ખાસ કાયદા નિષ્ણાંતોની ટીમ સાથે આ બાબતે ચર્ચા કરતા એ વાત સામે આવી હતી
કે આ ઘટના મામલે કાયદાકીય રીતે આઇપીસીની કલમ ૩૦૨ હેઠળ હત્યાનો ગુનો સાબિત કરવો અઘરો
થશે. જો કે સાપરાધ મનુષ્યવધની કલમ ૩૦૪ એ હત્યાની ૩૦૨ની કલમ જેટલી જ સજાની જોગવાઇ ધરાવે
છે. જેથી આ કેસમાં આઇપીસીની કલમ ૩૦૨ના બદલે ૩૦૪ સહિત ઉપરાંત અન્ય આઠ કલમ ઉમેરવા માટે
કેસની તપાસ કરી રહેલા અધિકારીઓ ્દ્વારા બરવાળા કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. બુધવારે
જે અંગે મુદ્ત હોવાથી નિમણૂંક કરાયેલા ખાસ સરકારી વકીલ ઉત્પલ દવે દ્વારા કોર્ટમાં આ
મામલે રજૂઆત કરવામાં આવી હતી. જેમાં તમામ મુદ્દાઓ અને ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને
કોર્ટ દ્વારા આઇપીસી કલમ ૩૦૪, ૩૪,
૧૨૦, ૨૦૧,
૨૦૨,
૧૧૮ ૨૮૪ અને ૩૦૮ તેમજ પ્રોહીબીશનની કલમ ૮૧ અને ૮૩ ઉમેરવાની મંજૂરી આપવામાં આવી
હતી.
બોક્સ
કઇ કલમ ક્યાં ગુના માટે છે
આઇપીસીની ૩૦૪ સાપરાધ મનુષ્ય વધ ેેએટલે કે જે ગુનો કરવાથી વ્યક્તિનો
જીવ જઇ શકે છે. જેમાં સાત થી ૧૦ વર્ષની સજાની જોગવાઇ છે.
આઇપીસીની કલમ ૩૪માં ગુનેગારોનો ગુનો કરવાનો હેતુ એક સરખો હેતુ
હોવાનો સમાવેશ થાય છે
આઇપીસીની કલમ ૧૨૦ની
કલમમાં ગુનાહિત કાવતરૂ ઘડવાના ગુનાનો સમાવેશ થાય છે. જેમાં સાત વર્ષની સજાની જોગવાઇ
છે
આઇપીસીની કલમ ૨૦૧માં ખોટી માહિતી આપીને વિશ્વાસ કેળવીને વ્યક્તિના
જીવને જોખમમાં મુકવાનો ગુનો બને છે
આઇપીસીની કલમ ૧૧૮માં કોઇના મોત માટે ગુનો કરવાનો હેતુ હોવાની
બાબતનો સમાવેશ થાય છે.
આઇપીસીની કલમ ૨૮૪માં કોઇને જીવને જોખમમાં મુકવા માટે ઝેરી પદાર્થ
આપવાના ઇરાદાનો સમાવેશ થાય છે
આઇપીસી કલમ ૩૦૮માં કોઇની ગેર ઇરાદે હત્યા કરવાનો ગુનો છે. જેમાં
ત્રણ વર્ષની સજાની જોગવાઇ છે.