વિકલાંગ થનારા પોલીસકર્મીને વળતર ચૂકવવાનો આદેશ
ફરજ દરમિયાનના અકસ્માતમાં સાત ટકા વિકલાંગતા આવી હતી
એમ.એ.સી.ટી. કોર્ટનો વળતર ચૂકવવા આદેશ
અમદાવાદ,
મંગળવાર
ફરજ દરમિયાનના અકસ્માતમાં સાત ટકા વિકલાંગ થનારા પોલીસ
કોન્સ્ટેબલને વળતર ચૂકવવા અમદાવાદની એમ.એ.સી.ટી. (મોટર વ્હીકલ એક્સિડેન્ટ
ટ્રિબ્યુનલ)એ પોલીસ વિભાગ અને ઇન્શ્યોરન્સ કંપનીને આદેશ કર્યો છે.
સપ્ટેમ્બર-૨૦૦૮માં તે સમયે ૩૮ વર્ષના
ગાંધીનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વહેલી સવારે પેટ્રોલિંગ દરમિયાન માણસા હાઇવે
પરથી પસાર થતાં હતા ત્યારે તેમનો અકસ્માત થયો હતો. જો કે તેમને પગાર ઘટાડા અને કુલ
ુનુકસાનના ૨૫ ટકા જ આપવાનો નિર્ણય થતા અરજી કરવામાં આવી હતી. જેમાં ટ્રિબ્યુનલે
અરજી ફાઇલ કરવાની તારીખથી લઇ અત્યાર સુધી ૩૮ હજાર અને તેનું અત્યાર સુધીની ૭.૫ ટકા
વ્યાજ ચૂકવવા નિર્દેશ કર્યો છે.