Get The App

અમદાવાદમાં કોરોનાના ૪૭ કેસ નોંધાયા

૧૦,૨૦૪ લોકોને કોરોના રસી અપાઈ

Updated: Mar 2nd, 2022

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં કોરોનાના ૪૭ કેસ નોંધાયા 1 - image

     

  અમદાવાદ,બુધવાર,2 માર્ચ,2022

અમદાવાદમાં બુધવારે કોરોનાના દૈનિક કેસમાં ૧૭ કેસનો ઘટાડો થતા નવા ૪૭ કેસ નોંધાયા હતા.સતત બીજા દિવસે પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નહોતું. મ્યુનિ.ના રસીકરણ કેન્દ્રો ઉપરથી ૧૨૦૭ લોકોને કોરોના રસીનો પહેલો ડોઝ, ૮૨૫૩ લોકોને રસીનો બીજો ડોઝ અને ૭૪૪ લોકોને પ્રિકોશન ડોઝ અપાતા કુલ ૧૦,૨૦૪ લોકોને કોરોના રસી અપાઈ હતી.૧૫ થી ૧૮ વયના ૩૧૩ બાળકોને કોરોના રસીનો પહેલો અને ૨૫૫૦ બાળકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.