વડોદરા જિલ્લામાં કોરોનાનું જોર ઘટયું : માત્ર બે નવા કેસ
ચોવીસ કલાક દરમિયાન શહેરમાં નવા ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા
વડોદરા,વડોદરા જિલ્લામાં કોરોનાનું જોર ઘટી રહ્યું છે.ચોવીસ કલાક દરમિયાન નવા બે કેસ નોંધાયા છે.જ્યારે શહેરમાં નવા ૨૭ કેસ નોંધાયા છે.
કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમ દ્વારા શહેરના અલગ - અલગ વિસ્તારમાંથી કોરોનાના ટેસ્ટ માટે કુલ ૫૧૮લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.જે પૈકી ૨૭ ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.નવા કેસ શહેરના અટલાદરા,ગોરવા,જેતલપુર, અકોટા, દિવાળીપુરા,સુભાનપુરા,ભાયલી,સમા, નવી ધરતી, તરસાલી, માંજલપુર, કપુરાઇ અને રામદેવનગરમાં નોંધાયા છે.ગઇકાલે શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા ૧૪૬ થી વધીને ૧૫૭ થઇ ગઇ છે.જે પૈકી છ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ છે.જ્યારે ક્વોરન્ટાઇન લોકોની સંખ્યા ૮૪ છે.
જિલ્લામાં કુલ ૭૧૨ લોકોના સેમ્પલ કોરોના ટેસ્ટ માટે લેવાયા હતા.જે પૈકી માત્ર બે ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.જ્યારે ગઇકાલે ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા હતા.એક્ટિવ કેસની સંખ્યા પણ ગઇકાલની સરખામણીમાં ૧૦૪ થી ઘટીને ૮૦ થઇ ગઇ છે.