Get The App

સાવધાન : ગુજરાતમાં એક જ સપ્તાહમાં કોરોનાના કેસોમાં 369 ટકાનો વધારો

Updated: Jan 2nd, 2022

GS TEAM

Google News
Google News
સાવધાન : ગુજરાતમાં એક જ સપ્તાહમાં કોરોનાના કેસોમાં 369 ટકાનો વધારો 1 - image

આમ જનતા ચિંતાતુર છે પણ ખુદ સરકાર જ બિન્દાસ

28 જિલ્લામાં કોરોનાની એન્ટ્રી : અમદાવાદ,રાજકોટ, સુરત, ભરૂચ, ગાંધીનગરમાં કેસો ચિંતાજનક  હદે  વધ્યા

ગુજરાતમાં કોરોનાના કેસોનો આંક 837થી વધીને 3927 સુધી પહોંચ્યો, ફરી કોરોનાએ ગુજરાતમાં પંજો પ્રસરાવ્યો

અમદાવાદ : નવા વેરિયન્ટ ઓમિક્રોનની સાથે સાથે કોરોનાએ ફરી એકવાર ગુજરાતમાં પંજો પ્રસરાવ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસો ચિંતાજનક હદે વધી રહ્યા છે. આરોગ્ય વિભાગના મતે, ગુજરાતમાં છેલ્લાં એક જ અઠવાડિયામાં કોરોનાના કેસોમાં 369 ટકાનો વધારો નોંધાયો છે. એક સપ્તાહમાં કોરોનાના કેસોનો આંક 837થી વધીને 3927 સુધી પહોંચ્યો છે એટલે કે3090 કેસોનો વધારો નોંધાયો હતો.

આ પરિસ્થિતીનું નિર્માણ થયુ છે ત્યારે રાજ્યની આમ જનતા ચિંતાતુર થઇ છે પણ ખુદ સરકાર જ બિન્દાસ બની રોડ શો, નદી ઉત્સવ, સુશાસન સપ્તાહ જેવા સરકારી તાયફાઓ યોજી રહી છે. ગુજરાતમાં કોરોનાએ જાણે અંડિગા જમાવ્યા છે. રોજ  નોંધાતા કેસોની સંખ્યા 1000ના આંકને પાર ચૂકી છે.

રાજ્યમાં  કોરોના વકરતાં ખુદ કેન્દ્ર સરકારે ગુજરાત સરકારને સતર્ક રહેવા સૂચના આપી છે પણ આ વાતને પણ અવગણવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગના મતે, તા,26મી ડિસેમ્બરે ગુજરાતમાં કોરોનાના કેસોનો કુલ આંક 837 હતો તે તા.2જી જાન્યુઆરીએ વધીને છેક 3927 સુધી પહોંચ્યો હતો એટલે કે 369 ટકાનો વધારો થયો હતો.

આ જ પ્રમાણે, અમદાવાદમાં ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં માત્ર 271 કેસો હતાં તે 2જી જાન્યુઆરીએ વધીને 1903 કેસો થયા હતાં. માત્ર સાત દિવસમાં કુલ કેસોમાં 1632 કેસોનો વધારો થયો હતો. એક જ અઠવાડિયામાં અમદાવાદમાં આખાય રાજ્યમાં સૌથી વધુ 602 ટકાનો ચિંતાજનક વધારો થયો હતો. 

મહત્વની વાત તો એછેકે, ગુજરાતના કુલ 33 જિલ્લા પૈકી 28 જિલ્લામાં કોરોનાએ એન્ટ્રી મારી છે.સુરતમાં છેલ્લા એક સપ્તાહમાં 486 કેસો, રાજકોટમાં 212 કેસો, વડોદરામાં 178 કેસો, આણંદમાં 93 કેસો, ગાંધીનગરમાં 78 કેસો, ખેડામાં 63 કેસો, કચ્છમાં 56 કેસો, વલસાડમાં 49 કેસો,  ભરૂચમાં 33 કેસો, જામનગરમાં 33 કેસોનો વધારો નોંધાયો હતો.ટૂંકમાં ગુજરાતમાં પરિસ્થિતી વધુને વધુ ગંભીર બની રહી છે.

આહનાએ ચેતવણી ઉચ્ચારી છેકે, કોરોનાના કેસો હજુ રોકેટગતિએ વધી શકે છે જેથી લોકોએ મેળાવડાથી દૂર રહેવુ જોઇએ. પણ કમનસીબે ખુદ સરકાર જ રોડ શો સહિત સરકારી કાર્યક્રમ યોજીને હજારોની ભીડ એકત્ર કરી રહી છે. સરકારની બેધારી નીતિ સામે લોકો રોષે ભરાયા છે કેમકે, માસ્ક-સોશિયલ ડિસ્ટન્સની સલાહ આપનાર સરકાર જ સરકૈારી તાયફાઓ યોજીને કોરોનાને ખુલ્લુ આમંત્રણ આપી રહી છે.

છેલ્લા એક સપ્તાહની કોરોનાની સ્થિતી

જિલ્લો

26 ડિસેમ્બર

2જી જાન્યુઆરી

કેસોમાં વધારો

ટકાવારી

અમદાવાદ

271

1903

1632

602

સુરત

127

613

486

383

રાજકોટ

91

303

212

233

વડોદરા

111

289

178

160

આણંદ

34

127

93

274

ગાંધીનગર

18

96

78

433

ખેડા

21

84

63

300

કચ્છ

21

77

56

267

વલસાડ

30

79

49

163

ભરૂચ

4

37

33

825

જામનગર

28

61

33

118

ભાવનગર

7

34

27

386

મહિસાગર

2

26

24

1200

અમરેલી

2

19

17

850

સાબરકાંઠા

3

19

16

533