વડોદરાવાસીઓ તૈયાર રહેજો, 1500 પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનો કાફલો ટ્રાફિકનો દંડ વસૂલવા રોડ ઉપર ઉતરી પડશે
image : Twitter
- જોકે શહેરમાં ઠેર ઠેર સર્જાતી ટ્રાફિક સમસ્યા નિવારવામાં તંત્ર નિષ્ફળ રહે છે પેપર લેસ અને આધુનિક સિસ્ટમની અમલવારી
વડોદરા,તા.11 ઓક્ટોબર 2023,બુધવાર
ટ્રાફિક નિયમનનો ભંગ કરતા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવા માટે ટૂંક સમયમાં જ વડોદરા શહેર પોલીસ 1500 પોલીસ જવાનો અધિકારીઓ સહિતનો સ્ટાફ રોડ પર ઉતારી દેશે. જોકે પોલીસ અને કોર્પોરેશનનું તંત્ર વાહનચાલકો માટે ટ્રાફિકજામની સમસ્યા નિવારવામાં નિષ્ફળ રહ્યું છે.
ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરતા વાહન ચાલકો પાસેથી દંડ વસૂલવા માટે ટ્રાફિક પોલીસ દ્વારા આગામી ટૂંક સમયમાં 1500 નો સ્ટાફ રસ્તા પર ઉતારવામાં આવશે મોબાઈલ દ્વારા ફોટો લેવામાં આવશે અને તેની સાથે જ વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવશે.
શહેરમાં વારે ઘડીએ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે તે ઉકેલવામાં શહેર ટ્રાફિક પોલીસ, કોર્પોરેશન તંત્ર સદંતર નિષ્ફળ હોય છે. તેવા સમયે વાહન ચાલકો પાસેથી દંડ ઉધરાવા માટે ટ્રાફિક પોલીસ 1500 ની ફોજ રસ્તા પર ઉતારશે અને નિયમોનું ભંગ કરતા વાહન ચાલકો પાસેથી સ્થળ પરથી જ દંડની વસુલાત કરવામાં આવશે વાહન ચાલકો માટે દંડ ભરપાઈ કરવાના ત્રણ જુદા જુદા ઓપ્શન રાખવામાં આવ્યા છે જેમાં સ્થળ પર દંડ ભરવો, યુપીઆઈ મારફતે ઓનલાઈન પેમેન્ટ કરવું તથા ઈ-ચલણ જનરેટ કરવામાં આવશે દંડ ભરતાની સાથે જ વાહન ચાલકના મોબાઈલ પર તરત જ મેસેજ મળી જશે.
- ડ્રાઇવિંગ વગર લાયસન્સ ચલાવતા ટુ વહીલર ચાલકો પાસેથી 2000 તેમજ અન્ય વ્હીકલ ચાલક માટે 3000.
- સ્પીડ લિમિટનો ભંગ કરનાર ટુ, થ્રી વ્હીલર અને ટ્રેક્ટર માટે 1500, અન્ય વિહીકલો માટે 2000 થી 4000.
- રોંગ સાઈડ તેમજ રેડ લાઈટ જમ્પ તેમજ સિગ્નલ ભંગ અને ભયજનક ડ્રાઇવિંગ માટે ટુ અને થ્રી વીલર ચાલકો પાસેથી 1500 તેમજ અન્ય વિહિકલ ચાલકો માટે ત્રણથી પાંચ હજારનો દંડ.
- સેફટી બેલ્ટનો ઉપયોગ ન કરવા બદલ રૂપિયા 500 દંડ.
- ત્રણ સવારી માટે સો રૂપિયા દંડ.
- ઇન્સ્યોરન્સનો લીધો હોય તેવા વાહન ચાલકો માટે 2000 દંડ.
- બિન જરૂરી હોર્ન વગાડવા માટે 1000 દંડ.
- રજીસ્ટ્રેશન વગર વાહન ચલાવ આ બદલ રૂપિયા 1000 થી 5,000 નો દંડ.
- ફેન્સી નંબર પ્લેટ તેમજ અન્ય નંબર પ્લેટ માટે રૂપિયા 300 થી 500 નો દંડ.
- ઇમર્જન્સી વાહોનોને રસ્તો ન આપવા બદલ રૂ.1,000 દંડ.
- હેલ્મેટ વગર વાહન ચલાવવા તથા પાર્કિંગના નિયમોના પાલન નહીં કરવા માટે 500 રૂપિયા દંડ.
- ઓવરલોડેડ વાહનો માટે 5000 દંડ
- માર્ગ પર રેસ લગાવવા બદલ 5,000 નો દંડ.
- પીયુસી ફિટનેસ લાઇસન્સ સર્ટિફિકેટ આરસીબુક વગેરે ડોક્યુમેન્ટ સાથે ન રાખવા બદલ રૂ.500 દંડ
જોકે તેમાં ડિગ લોક અને એમ પરિવહનમાં રાખેલા દસ્તાવેજો માન્ય ગણાશે.