વડોદરા કોર્પોરેશનમાં વધુ ભાવના ટેન્ડરોથી કોન્ટ્રાક્ટરોને ફાયદો: કોર્પોરેશનને રૂ.19.60 કરોડનું આર્થિક નુકસાન
વડોદરા,તા.26 જુલાઈ 2023,બુધવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ની સ્થાયી સમિતિમાં રજૂ થયેલા વિવાદ કામો માં આઉટ ગ્રોથ વિસ્તારના પાણીના યોજનાઓના કામોમાં વધુ ભાવના ટેન્ડરો આવતા કોર્પોરેશનને અંદાજે 19.60 કરોડનું આર્થિક નુકસાન જ્યારે માનિતા કોન્ટ્રાક્ટરોને ફાયદો થશે.
આ કામોમાં મુખ્યત્વે એલઇડી ફિટિંગ્સ, ઉત્તર ઝોનમાં રસ્તાનો વાર્ષિક ઈજારો અને પાણી નેટવર્કના કામો મળી અંદાજ કરતા રૂ.19,60,56,281 ના વધુ ભાવના ભાવ પત્રકો મંજૂરી માટે રજૂ થયા છે. જેથી અંદાજ કરતા વધુ ભાવના ટેન્ડરો આવતા વિવાદ સર્જાયો છે.આમ, ફરી એક વખત માનીતા કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા કોર્પોરેશનને આર્થિક નુકસાન કરવાનો કારસો રચવામાં આવ્યો છે.