Get The App

કોન્ટ્રાક્ટનો કર્મચારી ટેન્ક પર સેમ્પલ લેવા ગયો અને બ્લાસ્ટ થતાં ભડથુ થઇ ગયો : બે ને ઇજા

Updated: Nov 12th, 2024

GS TEAM

Google News
Google News
કોન્ટ્રાક્ટનો કર્મચારી ટેન્ક પર સેમ્પલ લેવા ગયો અને બ્લાસ્ટ થતાં ભડથુ થઇ ગયો : બે ને ઇજા 1 - image

વડોદરાઃ રિફાઇનરીની ટેન્ક પર સેમ્પલ લેવા જતાં જ બ્લાસ્ટ થયો હતો અને તેમાર્કોન્ટ્રાક્ટનો એક કર્મચારીનું સ્થળ પર જ મોત નીપજ્યું હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.

રિફાઇનરીમાં સોમવારે બપોરે બ્લાસ્ટ થયો ત્યારે તારાપુરનો ધીમંત મકવાણા નામનો કોન્ટ્રાક્ટનો કર્મચારી સેમ્પલ લેવા ટેન્ક પાસે ગયો હતો.જે દરમિયાન તે આગની લપેટમાં આવી જતાં તેનું મોત નીપજ્યું હતું.

ઉપરોક્ત  બનાવ બાદ 25 થી વધુ ફાયર ફાઇટર આગ કાબૂમાં લેવા માટે ઝઝૂમી રહ્યા હતા ત્યારે નજીકની બીજી એક ટેન્કમાં પણ આગ લાગતાં ફરીથી ધડાકો થયો હતો.

બીજા બનાવમાં કોયલી ગામના લેબર શૈલેષ  અને પ્લાન્ટ ઓફિસર ચંદ્રેશ્વર પ્રસાદ પણ દાઝ્યા હતા.જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં મોકલવામાં આવ્યા છે.

જ્યારે કોઇ કર્મચારી મિસિંગ છે કે કેમ તેની પણ કલેક્ટર અને પોલીસ અધિકારીઓ દ્વારા રિફાઇનરીના અધિકારીઓ સાથે સંકલન કરીને તપાસ કરવામાં આવી રહી છે.