Get The App

અમદાવાદના નરોત્તમ ઝવેરી હોલને કોવિડ હોસ્પિટલ તરીકે ડેવલપ કરાશે

ચાલીસ વર્ષ જુના હોલમાં ફાયર ફાઈટીંગ સિસ્ટમ સહિતની કામગીરી પુરી કરાઈ

Updated: Nov 14th, 2021

GS TEAM


Google News
Google News
અમદાવાદના નરોત્તમ ઝવેરી હોલને કોવિડ હોસ્પિટલ તરીકે ડેવલપ કરાશે 1 - image


અમદાવાદ,રવિવાર,14 નવેમ્બર,2021

કોરોનાની ત્રીજી સંભવિત લહેરને ધ્યાનમાં રાખી અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના નરોત્તમ ઝવેરી હોલને કોવિડ હોસ્પિટલ તરીકે ડેવલપ કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.ચાલીસ વર્ષ જુના આ હોલમાં ફાયર ફાઈટીંગ સિસ્ટમ સહિતની કામગીરી પુરી કરી લેવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ,પાલડી વોર્ડના કોચરબ ગામમાં આવેલા નરોત્તમ ઝવેરી હોલને કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી કોવિડ હોસ્પિટલ તરીકે ડેવલપ કરવા આજે સોમવારે મળનારી રોડ કમિટી સમક્ષ દરખાસ્ત મંજુરી માટે મુકવામાં આવી છે.દરખાસ્તમાં   હોસ્પિટલની ગાઈડ લાઈન પ્રમાણે હોલમાં ફાયર ફાઈટીંગ સાધનો અને એન.ઓ.સી.મેળવવાની કામગીરી કોન્ટ્રાકટર દ્વારા પુરી કરવામાં આવી હોવાથી તેને કરારપત્ર કરવાની અને ડિપોઝીટ ભરવામાંથી મુકિત આપવા અંગે સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી માંગવામાં આવી છે.ફાયર ફાઈટીંગ સિસ્ટમ લગાવવા પાછળ રુપિયા ૭.૮૬ લાખનો ખર્ચ તંત્ર તરફથી કરવામાં આવ્યો છે.

Tags :