અમદાવાદના મેયરે ઔવેસીની પાર્ટીના કોર્પોરેટર સાથે રાઉન્ડ લેતા રાજકીય વિવાદ
કોંગ્રેસે ઔવેસીની પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી

અમદાવાદ,શુક્રવાર,26 નવેમ્બર,2021
અમદાવાદના મેયર કિરીટ પરમારે ગુરુવારે મોડી સાંજના સુમારે
ઔવીસીની પાર્ટીના કોર્પોરેટર સાથે બહેરામપુરા વોર્ડમાં રાઉન્ડ લેતા રાજકીય વિવાદ સર્જાવા પામ્યો છે.
આ અંગે મળતી માહિતી મુજબ,ગુરુવારે મોડી સાંજે મેયર કિરીટ પરમાર જમાલપુર વોર્ડના
કોર્પોરેટર મુસ્તાક ખાદીવાલાને સાથે રાખી બહેરામપુરા વોર્ડમાં આવેલી સિકંદર બખ્ત
કોલોની આવાસ યોજનામાં રહેતા લોકોને પડતી મુશ્કેલીઓ જાણવા પહોંચ્યા હતા.આ ઘટનાના
સોશિયલ મિડીયા ઉપર ઔવેસીની પાર્ટી દ્વારા ફોટા વાયરલ કરવામાં આવતા કોંગ્રેસે
ઔવેસીની પાર્ટી એ બીજેપીની બી ટીમ હોવાના આક્ષેપને ફરી એક વખત દોહરાવ્યો છે.

