Gujarat

કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનિલ જોશીયારા વેન્ટિલેટર ઉપર

By GS Team
25 Jan 20221 min read
This article was originally published on 25 Jan 2022
કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અનિલ જોશીયારા વેન્ટિલેટર ઉપર

કોરોના સંક્રમિત થયા બાદ તબિયત વધુ લથડી

સિમ્સ હોસ્પિટલમાં ડૉક્ટરોની દેખરેખ હેઠળ છેલ્લા ત્રણેક દિવસથી વેન્ટિલેટર પર છે

અમદાવાદ : મંત્રીઓ-ધારાસભ્યો એક પછી એક કોરોનાની ચપેટમાં આવી  રહ્યા છે ત્યારે પૂર્વ આરોગ્ય મંત્રી અને ભિલોડાના કોગ્રેસના ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારા પણ કોરોનાથી સંક્રમિત થયા છે. જોકે, ડૉ.જોશીયારાની અચાનક તબીયત લથડતાં તેમને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રખાયા છે.

ધારાસભ્ય ડૉ.અનિલ જોશીયારા કોરોનાથી સંક્રમિત થયા છે. અચાનક  તબીયત લથડતાં ડૉ.જોશીયારાને અમદાવાદની સિમ્સ હોસ્પિટલમાં ખસેડાયા છે. સૂત્રોના મતે, છેલ્લાં ત્રણેક દિવસથી ડૉ.જોશીયારાને વેન્ટિલેટર પર રખાયા છે. કોંગ્રેસના ટોચના નેતાઓએ પરિવારજનોનો સંપર્ક કરી જોશીયારાના ખબરઅંતર પૂછ્યા હતાં. ડૉકટરોનું કહેવુ છેકે, જોશીયારાને એકાદ સપ્તાહ સુધી ઓબર્ઝેવેશનમાં રખાશે.

નોધનીય છેકે, અત્યાર સુધી મંત્રી જીતુ ચૌધરી, મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી, મંત્રી રાઘવજી પટેલ, ધારાસભ્ય અક્ષય પટેલ, ધારાસભ્ય શૈલેશ મહેતા, ધારાસભ્ય અજમલજી ઠાકોર, ધારાસભ્ય પ્રતાપ દુધાત, સાંસદ પૂનમ માડમ સહિત અન્ય ધારાસભ્યો,નેતાઓ ઉપરાંત કાર્યકરો પણ કોરોનાની ચપેટમાં આવી ચૂકયા છે.