| symbolic |
ગોત્રીના નિલામ્બર ટ્રમ્પના બેઝમેન્ટમાં ગઇકાલે કાર અને રેસર બાઇકના શો નું આયોજન કરવામાં આવ્યું હતું.જેને કારણે ખૂબજ ઘોંઘાટ થતો હતો.આ ઉપરાંત ત્યાં ૭૦૦ થી ૮૦૦ જેટલા લોકો પણ ભેગા થઇ ગયા હતા.
બનાવની જાણ પોલીસ થતાં ગોત્રી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી અને આયોજક પાસે પરવાનગી માંગી હતી.પરંતુ આવી કોઇ પરવાનગી નહિં હોવાથી પોલીસે કાર્યવાહી કરી હતી.આ ઉપરાંત ઉપરોક્ત સ્થળે ડી જે જેવા સ્પીકરોમાં મ્યુઝિક વાગતું હતું.જેથી પોલીસે સ્પીકરો અને તેની સાથેના અન્ય સાધનો કબજે કર્યા હતા.
બનાવ અંગે ગોત્રી પોલીસે કમિશનરના જાહેરનામાના ભંગ બદલ આયોજક પાર્થ ઉત્પલ અઢીયા(સીનોર પેલેડીયમ,વાસણા- ભાયલી રોડ,વડોદરા) અને મ્યુઝિક સિસ્ટમના ઓપરેટર નિરજ રાજેશભાઇ સંધાણે (બરાનપુરા,પરદેશી ફળિયું)સામે ગુનો નોંધ્યો હતો.


