Get The App

વટવાના ઔદ્યોગિક એકમોના બેફામ પ્રદૂષણ અંગે વિપક્ષ ઉપનેતાની ફરિયાદ

- વિપક્ષના નેતા શૈલેશ પરમારે મુખ્યમંત્રીને ફરિયાદ કરી

- ભૂતકાળમાં સાબરમતીમાં રોજ 12.50 કરોડ લિટર ટ્રીટમેન્ટ વિના પ્રદૂષિત જળ ઠલવાતું હોવાની કબૂલાત થયેલી

Updated: Jul 31st, 2020

GS TEAM

Google News
Google News
વટવાના ઔદ્યોગિક એકમોના બેફામ પ્રદૂષણ અંગે વિપક્ષ ઉપનેતાની ફરિયાદ 1 - image


(પ્રતિનિધિ તરફથી) ગાંધીનગર, તા. 31 જુલાઇ, 2020, શુક્રવાર

અમદાવાદની સાબરમતી નદીમાં રોજનું 12.50 કરોડ લિટર પ્રદૂષિત પાણી છોડવામાં આવી રહ્યું છે. વટવાના ઔદ્યોગિક એકમો દ્વારા હવા અને પાણીનું બેફામ પ્રદુષણ ફેલાવવામાં આવી રહ્યું હોવાનો આક્ષેપ કરતો એક પત્ર શૈલેશ પરમાર દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને લખવામાં આવ્યો છે. પત્રમાં જણાવવામાં આવ્યું છે કે વટવા ઔદ્યોગિક વસાહતના કેમિકલ યુક્ત પ્રદુષિત પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવતો જ નથી.  હોવાની વારંવાર ફરિયાદો કરવામાં આવી રહી છે.

પરિણામે વટવાના પરિસરના વિસ્તારોના રસ્તાઓ પર ઝેરી રંસાયણયુક્ત પાણી ફરી વળવાના કિસ્સાઓ બની રહ્યા છે. ચોમાસામાં આ પ્રકારના કિસ્સાઓ વધુ બને છે. વટવા ગ્રીનના ચૅરમેનને આ પ્રદુષણમાં માટે જવાબદાર ઠેરવી તેમની સામે પગલાં લેવાની માગણી પણ આ પત્રના માધ્યમથી કરવામાં આવી છે. 

વિપક્ષના નેતાની ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે જીપીસીબી ઉદ્યોગો દ્વારા આચરવામાં આવતી જોખમી પ્રવૃત્તિને નાથવા કડક પગલાં ભરતાં નથી. તેથી ભૂગર્ભના જળ પણ ખરાબ થઈ રહ્યા છે અને બોરમાંથી રંગીન પાણી નીકળવાના બનાવો બની રહ્યા છે.

તેથી સામાન્ય જનતાને ચામડી, મગજર, પેટના ગંભીર રોગો થઈ રહ્યા છે. તેમ જ કેન્સર જેવી ભયંકર બીમારોનો ભોગ બનવું પડી રહ્યું છે. સાબરમતી નદીના પાણી અમદાવાદમાં પ્રવેશ્યા પછી વટવાને વટાવીને જાય તે પછી હાંસોલ બ્રિજ પાસે વાત્રક નદીના સંગમ સ્થાન વૌઠા ખાતે પહોંચે ત્યારે પાણીનો રંગ લીલો થઈ જાય છે. તેમાંનું પ્રદુષણ વધી જાય છે.

આ જ દૂષિત પાણીનો ઉપયોગ કરીને ખેડૂતો શાકભાજી પકાવતા હોવાથી તે શાકભાજી માનવ આરોગ્ય માટે જોખમી બની રહ્યા છે. ખેડૂતો પાસે આ દૂષિત પાણીનો ઉપયોગ કરવા સિવાય કોઈ જ વિકલ્પ નથી. સાબરમતીના પાણી દૂષિત થઈ ગયા હોવાથી લોકો વૌઠાના મેળામાં આવીને પણ તેમાં પવિત્ર સ્નાન કરી શકતા નથી. 

ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ તેમને છાવરી રહ્યું છે. જીપીસીબીની વેબસાઈટ પર કોવિીડને પરિણામે આવેલા લૉકડાઉનની જમીનની સપાટી પરના જળની ગુણવત્તા પર પડેલી અસર અંગે સ્ટડી રિપોર્ટ મૂકવામાં આવ્યો છે.

આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે લૉકડાઉન બાદ પણ સાબરમતી નદીમાંથી લેવામાં આવેલા પાણીના નમૂનાઓમાં સીઓડી અને બીઓડી તથા એમોનિયાનું પ્રમાણ વધારે હોવાનું જોવા મળ્યું છે.બીજા શબ્દોમાં કહીએ તો લૉકડાઉનમાં ફેક્ટરીઓ ચાલી ન હોવા છતાંય સાબરમતીના પાણીનું પ્રદુષણ ઓછું થયું નથી. આમ અમદાવાદના 60 લાખ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવામાં આવી રહ્યા છે. 

વટવામાં પ્રદુષણ ફેલાવતા ઔદ્યોગિક એકમોમાં કીરી ઇન્ડસ્ટ્રીઝ, જેમ્બી કેમ, મેટ્રોકેમ ઇન્ડ.લિમિટેડ, યુનિક ડાયકેમ, મેઘવણી ઓર્ગેનિક્સ, બોડલ કેમિકલ્સ, એરિઝ ડાયકેમ, માતંગી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ, કેમિટ કેમિકલ લિમિટેડ, દ્વારકેસ કેમિકલ પ્રા.લિ., નિદાન કેમિટકલ પ્રા.લિ., કેમક્લોન ઇન્ડિયાલ પ્રા.લિ., ઓનેસ્ટ બાયો વેટ પ્રા.લિ., નારાયણ ડાયસ્ટફ પ્રા.લિ., મૅક ડાયકૅમ ઇન્ડસ્ટ્રીઝ, એમટેક્સ ડાય કૅન ઇન્ડસ્ટ્રીજ અને હિના ડાયકૅમ ઇન્ડસ્ટ્રીઝનો સમાવેશ થાય છે. ડિસેમ્બર 2019માં કેન્દ્રિય પ્રદુષણ નિયંત્રણ બોર્ડે પણ ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડને પ્રદુષણ કરનારાઓને અંકુશમાં લેવા માટે કડક પગલાં લેવા જણાવ્યું હતું. 

ધ ગ્રીન એર્વાયર્નમેન્ટ સર્વિસિસ કોઓપરેટીવ સોસાયટી લિમિટેડેના ચૅરમૅન શંકરલાલ પટેલની સહી સાથે ચાર વર્ષ પહેલા આપવામાં આવેલા પત્રમાં જણાવવામાં આવ્યું છે કે સાબરમતી નદીમાં રોજનું 125 એમએલટી એટલે કે 12.50 કરોડ અનટ્રીટેડ પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવતું હોવાનું જણાવવામાં આવ્યું છે. તેમાં નરોડાના એકમો દ્વારા 30 લાખ લિટર, ઓઢવના એકમો દ્વારા 15 લાખ લિટર, વટવાના એકમો દ્વારા 200 લાખ લિટર અને નારોલના એકમો દ્વારા 1250 લાખ લિટર પાણી રોજ સાબરમતી નદીમાં છોડવામાં આવતું હોવાનુંજ ણાવવામાં આવ્યુ ંહતું.

Tags :