Get The App

વડોદરામાં સગાઈ તૂટ્યા પછી પણ યુવતીને હેરાન કરતા યુવક સામે ફરિયાદ : વોશરૂમમાં યુવતીને લઈ જઈ બિભત્સ હરકતો કરી

Updated: Aug 30th, 2023

GS TEAM


Google News
Google News
વડોદરામાં સગાઈ તૂટ્યા પછી પણ યુવતીને હેરાન કરતા યુવક સામે ફરિયાદ : વોશરૂમમાં યુવતીને લઈ જઈ બિભત્સ હરકતો કરી 1 - image

વડોદરા,તા.30 ઓગસ્ટ 2023,બુધવાર

તરસાલી વિસ્તારમાં રહેતી 22 વર્ષની યુવતી મોલમાં આવેલી એક દુકાનમાં નોકરી કરે છે. માંજલપુર પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મારી સગાઈ ગત 22મી એપ્રિલે કેયુર ગોપાલભાઈ તડવી સાથે થઈ હતી. કેયુર યુવા મોલમાં ઇલેક્ટ્રિશિયન તરીકે નોકરી કરી છે. સગાઈ થયા બાદ મને વારંવાર ફોન પર કહેતો હતો કે તું ઘરની બહાર નહીં નીકળતી અને નીકળતો મને ફોન કરી જવાનો તેમ કહી મને રોકટોક કરવા લાગ્યો હતો. વારંવાર ફોન પર અને રૂબરૂમાં ગાળો બોલતો હતો. મેં આ વાતને જાણ મારા ભાઈ અને માતાને કરી હતી.

ગત ચોથી ઓગસ્ટ મારી માતા ને ભાઈ નોકરી પર જતા રહ્યા હતા સવારે 10:30 વાગે કેવું મારા ઘરે આવ્યો હતો અને મારી પાસેથી ફોન લઇ મને ટૉકતો હતો. અને તેને સામે જવાબ આપતા તેને મને માર માર્યો અને ધમકી આપવા લાગ્યો હતો. કેયુરે ફોન કરીને મારી મમ્મીને ઘરે બોલાવી લીધી હતી કેયુરે તેના પિતા ગોપાલભાઈ તથા માતા ધર્મિષ્ઠાબેનને પણ ફોન કરીને અમારા ઘરે બોલાવી લીધા હતા અને બનાવને જાણ કરી હતી. ત્યારબાદ અમે એકબીજાને સંમતિથી સગાઈ તોડી નાખી હતી. પરંતુ કેયુર મને નવા સંપર્ક કરવાનો પ્રયત્ન કરતો હતો. હું તેને કોઈ જવાબ આપતી નથી હું મારી નોકરી પર હતી ત્યારે બપોરે 3:30 વાગે કહેવું ત્યાં આવ્યો હતો અને મને કહ્યું હતું કે તું મારી સાથે વાત કેમ નહીં કરતી. જો વાત નહીં કરે તો તારી માતા અને ભાઈને મારી નાખીશ. ત્યારબાદ તે મને વોશરૂમમાં લઈ ગયો હતો અને મારી સાથે બિભત્સ હરકતો  કરી હતી. મે તેને ધક્કો મારી વોશરૂમમાં જતી રહી હતી અને દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો મેં બૂમાબૂમ કરતા કેયુર ત્યાંથી ભાગી ગયો હતો.

Tags :