Get The App

મુખ્યમંત્રી રૂપાણીના પેટમાં ઇન્ફેક્શન થતા આવતીકાલના તમામ કાર્યક્રમ રદ કરાયા

- અમદાવાદની યુ.એન.મેહેતા હોસ્પિટલમાં ખસેડાયા બાદ મોડી સાંજે રજા આપી દેવાઈ

Updated: Mar 1st, 2019

GS TEAM

Google News
Google News
મુખ્યમંત્રી રૂપાણીના પેટમાં ઇન્ફેક્શન થતા આવતીકાલના તમામ કાર્યક્રમ રદ કરાયા 1 - image

અમદાવાદ, તા. 1 માર્ચ 2019, શુક્રવાર

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીને પેટમાં ઇન્ફેક્શન થતા અને શારીરિક રીતે નબળાઈ આવી જતા સારવાર માટે અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઇ જવાયા છે, જ્યાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા તેમની ઘનિષ્ઠ તપાસ કરાઈ હતી તેમજ કેટલાક રિપોર્ટ પણ કરાયા હતા.

ત્યારબાદ યુ.એન મહેતાના તબીબોએ બહાર પાડેલા એક મેડિકલ બુલેટિનમાં જાહેર કર્યું છે કે મુખ્યમંત્રીને આતરડામાં સોજો આવ્યો છે તેથી તેઓને એક દિવસ આરામ કરવાની સલાહ આપવામાં આવી છે.

જ્યારે મુખ્યમંત્રી રૂપાણીના અંગત મદદનીશ શૈલેષ માંડવીયાએ કહ્યું કે, મુખ્યમંત્રીને પેટમાં સામાન્ય દુખાવો હોવાથી રૂટિન ચેકઅપ માટે તેઓને યુ.એન.મહેતા હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં સીટી સ્કેન અને સોનોગ્રાફી સહિતના જુદા જુદા રિપોર્ટ કરાવ્યા છે.

ડોક્ટરોએ મુખ્યમંત્રી રૂપાણીને સાંજે રજા આપી દીધી છે અને એક દિવસનો આરામ કરવાની સલાહ આપી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીને અન્ય કોઈ તકલીફ કે મોટી બીમારી નથી.

મુખ્યમંત્રીને હોસ્પિટલમાં લઈ જવાયા હોવાની ખબર પડતાં જ ગુજરાતના મંત્રીઓ અને સાંસદ તથા ધારાસભ્યો અને ભાજપના નેતાઓ તેમની તબિયતની પૂછપરછ માટે ફોન કરી રહ્યા છે, પરંતુ મુખ્યમંત્રી ને સાવ સામાન્ય બીમારી હોવાનું જાણ્યા બાદ સૌ કોઈની ચિંતા દૂર થઇ છે,

મુખ્યમંત્રીના આવતીકાલના તમામ કાર્યક્રમ રદ કરાયા

- મુખ્યમંત્રી વિજય રૂપાણીને તા. 1લી માર્ચ-2019 શુક્રવારે સવારે વોમિટીંગ અને તાવની અસર વર્તાતી હતી. 

- મુખ્યમંત્રીના સ્વાસ્થ્યની પ્રાથમિક તપાસ ગાંધીનગર સિવીલ હોસ્પિટલના તબીબોએ કરી હતી. 

- વિજયભાઇ રૂપાણી ત્યાર બાદ તેમના નિર્ધારિત કાર્યક્રમ અનુસાર જૂનાગઢ જવા રવાના થયા હતા. રાજકોટ હવાઇમથકે તેઓ યુ.પી.ના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીને આવકારી તેમની સાથે શિવરાત્રી મેળા માટે જૂનાગઢ જવાના હતા. 

- મુખ્યમંત્રીને રાજકોટ ખાતે પણ સ્વાસ્થ્યની આ ફરિયાદ યથાવત રહેતાં તેઓ અમદાવાદ પરત આવ્યા હતા. 

- મુખ્યમંત્રીની ત્યાર બાદ અમદાવાદ ખાતે સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ડૉ. આર. કે. પટેલ અને ડૉ. મનોજ ઘોડાએ આરોગ્ય તપાસ કરી હતી. 

- મુખ્યમંત્રીની તબીબી તપાસ બાદ ડૉ. આર.કે.પટેલે અને ડૉ. મનોજ ઘોડાએ નિદાન કરતાં જણાવ્યું કે, મુખ્યમંત્રીને ઉલટી અને તાવ તેમજ આંતરડામાં દુઃખવાની ફરિયાદ હતી. તેમને આંતરડા પર સોજો હોવાનું નિદાન થયું છે. 

- મુખ્યમંત્રીની તબિયત હાલ સ્થિર છે અને ચિંતાનું કોઇ જ કારણ નથી. 

- તબીબોએ રૂપાણીને આરામ કરવાની સલાહ આપી છે. તેના કારણે મુખ્યમંત્રીના આવતીકાલ તા. 2જી માર્ચ-2019ના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે.

Tags :