વિદ્યાર્થીઓએ ભૂખી કાંસની સફાઈ કરીએક ટ્રક ભરાય તેટલો કચરો બહાર કાઢ્યો
વડોદરા,તા.5.ફેબ્રુઆરી,બુધવાર,2020
એમ.એસ.યુનિવર્સિટીમાંથી પસાર થતા ભૂખી કાંસને લઈને યુનિવર્સિટી સત્તાધીશો ઉદાસીન છે.
આ કાંસની સાફ સફાઈ કરવામાં આવે તે બહુ જરુરી છે.કાંસની આસપાસ કચરાના ઢગલા પણ ખડકાયેલા છે ત્યારે સાયન્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાંથી પસાર થતા ભૂખી કાંસની સફાઈ કરીને યુનિવર્સિટીના વહિવટીતંત્રને તેની ફરજ યાદ દેવડાવી હતી.
મળતી વિગતો પ્રમાણે આજે સાયન્સ ફેકલ્ટીના મુખ્ય કેમ્પસ અને ડી એન હોલ મેદાન પાસે આવેલા ન્યૂ કેમ્પસને જોડતા પુલની આસપાસ ભૂખી કાંસમાં ૧૦૦ જેટલા વિદ્યાર્થીઓ ઉતર્યા હતા અને આ કાંસમાંથી કચરાનો ઢગલો બહાર કાઢ્યો હતો.વિદ્યાર્થીઓએ માંગ કરી હતી કે, વેહલી તકે કાંસનુ બ્યુટિફિકેશન કરવામાં આવે અને કાંસની આસપાસ કચરો ઠાલવવાનુ બંધ કરવામાં આવે.