ટ્રેક્ટરની અડફેટે આવી ગયેલી ધોરણ 11 ની પરીક્ષાર્થી વિદ્યાર્થીનિનું મોત
વડોદરા,તા.20 ઓક્ટોબર 2022,ગુરૂવાર
વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં સ્કૂલમાંથી છૂટી ઘર તરફ જતી વિદ્યાર્થીનીને ટ્રેક્ટર એ અડફેટમાં લેતા સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
સમા વિસ્તારમાં રહેતી અને કારેલીબાગની શ્રીકૃષ્ણ હિન્દી વિદ્યાલયમાં ધોરણ 11 માં અભ્યાસ કરતી ખુશી નરેશભાઈ રાજપુત પાંચ દિવસ પહેલા પરીક્ષા આપીને સાયકલ પર ઘેર જઈ રહી હતી ત્યારે કારેલીબાગ લાયન સર્કલ પાસે એક ટ્રેકટરે તેને અડફેટમાં લેતા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
ઇજાગ્રસ્ત વિદ્યાર્થીનીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાવતા મોત સામે ઝઝૂમ્યા બાદ આજે વહેલી સવારે તેનું મોત નીપજ્યું હતું. જેને કારણે શૈક્ષણિક સંકુલમાં પણ ગમગીની વ્યાપી હતી.
હરણી પોલીસે રાકેશ મનુભાઈ નીનામા (છાણી જકાતનાકા કેનાલ પાસે વસાહતમાં) સામે ગુનો નહોતી નોધી તેની ધરપકડ કરી હતી.