Get The App

ભારતમાંથી કોરોનાની વિદાય માટે નાગરિક શિસ્ત સૌથી વધારે અનિવાર્ય

Updated: Jan 25th, 2022

GS TEAM

Google News
Google News
ભારતમાંથી કોરોનાની વિદાય માટે નાગરિક શિસ્ત સૌથી વધારે અનિવાર્ય 1 - image

નવા વેરિયન્ટ ન આવે તો એક વર્ષમાં પેન્ડેમીક લગભગ પૂરો થશે

માર્ચ સુધીમાં ઓમીક્રોનના વળતા પાણી : કે.ડી.હોસ્પિટલના નિષ્ણાત તબીબો ડો. જીગર મહેતા અને ડો. અદીત દેસાઈનો સ્પષ્ટ અભિપ્રાય

અમદાવાદ : ''દુનિયામાં ભૂતકાળમાં આવેલા કોઈપણ પેન્ડેમીકનો ઇતિહાસ કે અત્યારના કોરોનાનો ટ્રન્ડજોશો તો ખ્યાલ આવશે કે આ પ્રકરાના વાઇરસના ઘણા મ્યુટેશન થાય છે, રસીઓને બાયપાસ કરવાની ઇન્ટેલીજન્સ પણ કેળવે છે અને સ્વરૂપો બદલીને ટકી રહેવાના તમામ પ્રયાસો કરે છે.

પરંતુ તેની સામે પોઝીટીવ વાત એ છે કે માણસજાતનું ખમીર અને ઇમ્યુનીટી કોઇપણ આવા ખતરાને પૂરો કરીને જ રહે છે અને જો ભારતની પ્રજા મેડીકલ ડીસીપ્લીન જબરજસ્ત રીતે જાળવીને સોસીયલ ડીસ્ટન્સીંગ, માસ્ક, વેક્સીનેશન અને સેનીટાઇઝેશનનું પાલન કરશે તો માર્ચની શરૂઆતથી કોરોનાનાલેટેસ્ટ ઓમીક્રોન વેરીઅન્ટની વિદાય શરૂ થશે અને નવા મ્યુટેશન્સ અને વેરીએન્ટ નહી આવે તો એમ કહી શકાય કે જાન્યુઆરી 2023 સુધીમાં આ પેન્ડેમીક પૂરો થશે.''

કોરોના અંગેની જાગૃતિ અને સાવચેતી સાથે ભારત અને વિશ્વમાં તેની છેલ્લી પરિસ્થિતિ વિશે એક મુલાકાતમાં અમદાવાદથી કે.ડી.હોસ્પિટલના હેડ ઓફ ક્રીટીકલ મેડીસીન ડીપાર્ટમેન્ટ અને ઇન્ડિયન સોસાયટી ઓફ ધી ક્રીટીકલ કેર મેડીસીનના ભૂતપૂર્વ ચેરમેન ડો. જીગર મહેતા અને કે.ડી.હોસ્પિટલના મેનેજીંગ ડીરેકટર ડો. અદીત દેસાઈએ એક મુલાકાતમાં આ મુજબ જણાવ્યું હતું.

તેમણે સમગ્ર પેન્ડેમીક અને જનજાગૃતિ વિશે વધુ પ્રકાશ પાડતાં કહ્યું, 'અત્યારે લગ્ન સહિત જાહેર સમારંભોમાં મર્યાદિત સંખ્યામાં આયોજનની જે મંજુરી આપવામાં આવી છે તેમાં પણ કેટલીય વ્યક્તિઓ માસ્ક નથી પહેરતી અને પહેરનારા પણ જતા જતા આખા રસ્તે માસ્ક ફેંકીને જાય છે જેમાં ટીબી સહિતના અને જીવાણુઓ હોઈ શકે

જે આજુબાજુના રહેવાસીઓ માટે જોખમ ઉભા કરે છે જે ક્રીમીનલ નીગ્લીજન્સ ગણી શકાય, જો આવી અનેક બેદરકારી પ્રજા પોતે સુધારે, તો જ કોરોના જશે, નહીતર વધુને વધુ માણસોને ઝપટમાં લેતો રહેશે. સદભાગ્યે, બીજા વેવના ડેલ્ટા વેરીએન્ટ કરતાં ઓમીક્રોન ઘણો માઇલ્ડ છે અને હોસ્પિટલાઇઝેશનનું પ્રમાણ ઘણું ઓછું અને વેન્ટીલેટર પર લેવા પડે એનું પ્રમાણ જૂજ છે.

ઓમીક્રોન પોઝીટીવ આવવાથી જરાય ગભરાવાની પણ જરૂર નથી અને વધારે પડતા આત્મવિશ્વાસથી આપણને કંઇ ના થાય એવા ખ્યાલમાં પણ રાચવાની જરૂર નથી. પોજીટીવ ાવનારને સીડીસીએ પાંચ દિવસ અને આઈસીએમઆરે સાત દિવસના હોમ આઈસોલેશનની જે ગાઇડલાઇન્સ આપી છે તેનું પાલન કરવાની સાથે બહુ અગત્યની વાત એ છે કેબીજા કોઇને થયેલો અને એણે જે દવા લીધી એ દવા આપણે લઇ લઇએ એવું જાતે નક્કી ના કરી લેવું.

ડેલ્ટા લોઅર રેસ્પીરેટરી સીસ્ટમ સુધી અસર કરતો હતો અને ઓમીક્રોન અપર રેસ્પીરેટરી સીસ્ટમ સુધી જ અસર કરે છે, એટલે દવા પણ એરીતે જ અપાય. સેલ્ફ ટેસ્ટીંગ કીડમાં રીપોર્ટ એ પોઝીટીવ હોય તો RTPCRમાં પોઝીટીવ આવવાનો જ છે, પરંતુ જો નેગેટીવ હોય અને શરદી, તાવ અને અવાજમાં ફરક લાગે તો સેફ્ટી માટે RTPCR કરાવી લેવો જોઇએ. અત્યારે ઓમીક્રોનમાં જે થોડા નાગરિકોને હોસ્પિટલમાં દાખલ થવું પડે છે.

એમાં ઘણાને માત્ર ઓમીક્રોન જ નહી, ડાયાબીટીસ, કીડની, હાર્ટના પ્રોબ્લેમ્સ સાથે કો-મોર્બીડીટી પણ હોય છે એટલે એવા દર્દીઓએ પોતાના જુના રોગોને મેડીકલ ડીસીપ્લીનથી કન્ટ્રોલમાં રાખવા પણ જરૂરી છે. ઘણાના શરીરમાં વાઇરસ હોય, પરંતુ એની ઇમ્યુનીટી વધારે હોવાથી એને નુકશાન ન કરે કે ખબર પણ ન પડે કે આટલા દિવસ વાઇરસ શરીરમાં હતો,

પરંતુ એની આજુબાજુના લો ઇમ્યુનીટીવાળા સૌમાં એ પ્રસરી શકે. ઘણા બધા નાગરિકો કોરોના સામે રક્ષણ મેળવવા બે વર્ષથી ઉકાળા પીવાનું નાસ લેવાનું અને કોગળા કરવાનું કાર્ય કરે છે, પરંતુ એમાં ધ્યાન એ આપવાનું છે કે એનાથી વાઇરસ ખતમ થતો નથી, તમને એના ચેપનું થોડું રક્ષણ થાય એવો કાલ્પનિક સંતોષ મળે છે.

નાસ અને ઉકાળા માપસરનારાખો અને જો ના નિયમિત લો, ગરમ પાણીના કોગળા નિયમિત કરો, તો એ પાણી સ્ટરાઇલ હોય એ ખાસ જુઓ, નહીતર એમાં રહેલા અમુક સુક્ષ્મ જીવાણુઓ કે જે અમુક ટેમ્પરેચરની ગરમી સુધી પણ મરતા નથી, તે નાક અને ગળા વાટે ફેફસામાં જવાની શક્યતા રહે છે. જ્યારે બહુ ઉકાળા પીવાથી આંતરડાના નવા રોગો થઇ શકે છે.

બે ડૉક્ટરોએ સાચી વાત રજૂ કરીને હિંમત આપી

કોરોનાકાળમાં ચોતરફ બે વર્ષથી દુનિયામાં ભય ફેલાયેલો છે અને મોટી મોટી મેડીકલ સંસ્થાઓ પણ એમાં સાચી-ખોટી રીતે ઉમેરો કરતી હોય છે ત્યારે અમદાવાદની કે.ડી.હોસ્પિટલના યુવાન ડોક્ટરો જીગર મહેતા અને અદીત દેસાઈએ સાચી પરિસ્થિતિ રજૂ કરવાની સાથે એકદમ હકારાત્મક રીતે સમજ આપીને નાગરિક ડીસીપ્લીન કેળવીને કોરોનાથી સ્હેજ પણ ન ડરવાની અને થોડા જ સમયમાં ભારત અને દુનિયા 2020 પહેલાની જીવંત ધબકાર પાછો મેળવી લેશે તેવી આધારભૂત વાત કરીને આ મુલાકાતમાં જબરજસ્ત હિંમત આપી હતી.