નીલ પટેલ દર અઠવાડિયે લાખોનું ડ્રગ્સ ખરીદતો હતો
બોપલ ડ્રગ્સકાંડનો ત્રીજો મુખ્ય આરોપી નીલ પટેલ
વંદિત પટેલ પાસેથી ડ્રગ્સ લઇ ગુજરાત અને આસપાસના રાજ્યોમાં વેચવામાં આવતું હતું
અમદાવાદ,
સોમવાર
બોપલ ડ્રગ્સકાંડના ત્રીજા મુખ્ય આરોપી નીલ વિષ્ણુભાઇ પટેલે
ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી છે. જો કે સુનાવણી
દરમિયાન બહાર આવ્યું છે કે મુખ્ય આરોપી વંદિત પટેલ પાસેથી નીલ દર અઠવાડિયે બેથી
ત્રણ વાર પાંચ લાખ રૃપિયાનું ડ્રગ્સ ખરીદતો હતો અને ગુજરાત તેમજ આસપાસના રાજ્યોમાં
તેનું વેચાણ કરતો હતો. ઉપરાંત તે વંદિત વતી વિદેશથી ડ્રગ્સના પાર્સલ મંગાવતો
હોવાનું પણ બહાર આવ્યું છે.
નીલ પટેલની ઓગતરા જામીન અરજી સામે પોલીસે કરેલા સોગંદનામામાં
વિગતો બહાર આવી છે કે નીલ પટેલ વંદિત પાસેથી દર અઠવાડિયે બેથી ત્રણ વાર પાંચ લાખ
રૃપિયાનું ડ્રગ્સ ખરીદતો હતો. કેસના મુખ્ય બે આરોપીઓ વંદિત પટેલ અને વિપલના ફોનના
ડેટા પરથી બહાર આવ્યું છે કે ત્રણેય આરોપીઓ એકબીજાના સતત સંપર્કમાં હતા. ઉપરાંત
નીલે વંદિત માટે વિદેશથી ડ્રગ્સના પાર્સલ મંગાવ્યા હતા અને તેની ચૂકવણી હવાલા તેમજ
ક્રિપ્ટો કરન્સીથી કરવામાં આવી હતી.