Get The App

વડોદરામાં 10મીથી છાયાપુરી રેલ્વે સ્ટેશન આવવા અને જવા માટે સીટી બસ સર્વિસ શરૂ થશે

Updated: Nov 9th, 2021

GS TEAM


Google News
Google News
વડોદરામાં 10મીથી છાયાપુરી રેલ્વે સ્ટેશન આવવા અને જવા માટે સીટી બસ સર્વિસ શરૂ થશે 1 - image


- ટૂંક સમયમાં છાયાપુરી સ્ટેશન થી મોડી રાતની ગાડીઓ માટે ખાસ બસ સર્વિસ ચાલુ કરાશે

વડોદરા, તા. 9 નવેમ્બર 2021, મંગળવાર

વડોદરામાં છાણી નજીક છાયાપુરી રેલ્વે સ્ટેશન ઉભુ કરાયું છે અને ત્યાં ગાડીઓની આવ-જા સારી રહે છે. ગાડીઓના મુસાફરોને છાયાપુરી સ્ટેશન જવા અને ત્યાંથી આવવાની તકલીફ રહેતી હોવાથી તારીખ 10થી સીટી બસ સર્વિસ છાયાપુરી સ્ટેશન માટે શરૂ કરવામાં આવશે. 

આ અંગે સિટી બસ સર્વિસ ઓપરેટર દ્વારા જણાવાયું છે કે કોરોના કાળ પહેલા છાયાપુરીથી બસ ચાલતી હતી પરંતુ બસની ફ્રીકવન્સી ઓછી હતી. હવે ગાડીઓ બરાબર શરૂ થઈ ગઈ છે ત્યારે તારીખ 10થી સીટી બસ સર્વિસ શરૂ કરાશે અને રોજની બસની 24 ફ્રીકવન્સી રહેશે.

સવારે 05:40થી સ્ટેશનથી છાયાપુરી જવા બસ ઉપડશે. જ્યારે છાયા પૂરીથી 6:20થી સ્ટેશન આવા બસ મળશે. વડોદરા સ્ટેશનથી રાત્રે છેલ્લી બસ નવ વાગ્યાની મળશે જ્યારે છાયાપુરી થી 9:40 વાગ્યાની બસ સ્ટેશનની મળશે. 

આ બસ સર્વિસના રૂટ ઉપર શાસ્ત્રી બ્રિજ, નવાયાર્ડ, છાણી જકાત નાકા, છાણી ગામ સ્ટોપેજ રહેશે. છાયાપુરી સ્ટેશન સુધી બસો શરૂ કરવા ઘણા વખતથી માગણી થઈ હતી કેમકે ત્યાંથી રિક્ષાનું ભાડું પણ વધુ ચૂકવવું પડે છે. 

હવે છાયાપુરી સ્ટેશને રાત્રે 11 વાગ્યે, 11:30 વાગ્યે અને 12:30 વાગે આવતી ગાડીઓના મુસાફરોને સ્ટેશન આવવામાં સરળતા રહે તે માટે પણ ખાસ રાતની સીટી બસ સર્વિસના ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. વડોદરામાં સિટી બસના 62 હાલ ચાલુ છે, અને રોજની 140 બસો દોડે છે. દિવાળીના તહેવારો દરમિયાન સીટી બસમાં રોજના આશરે 80,000 મુસાફરોની આવન-જાવન રહી હતી.

Tags :