Get The App

અમેરિકામાં ભારતીયોને ગેરકાયદે ઘુસાડવાના કેસમાં CID ક્રાઇમને તપાસ

Updated: Jan 25th, 2022

GS TEAM

Google News
Google News
અમેરિકામાં ભારતીયોને ગેરકાયદે ઘુસાડવાના કેસમાં CID ક્રાઇમને તપાસ 1 - image

કલોલના ડીગુંચાના પટેલ પરિવારના મોતનો મામલો

પરિવારને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલનાર એજન્ટ સહિતના લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે : ડીજીપી આશિષ ભાટિયા

અમદાવાદ : ગેરકાયદેસર રીતે કેનેડાથી અમેરિકામાં ઘુષણખોરી કરી રહેલા એક જ પરિવારના ચાર સભ્યો ભાર ઠંડીના કારણે મૃત્યુ પામ્યાનો મામલે હવે ગુજરાત પોલીસ પણ એક્શનમાં આવી છે.

જેમાં ગાંધીનગર જિલ્લાના કલોલ ડીગુંચામાં રહેતા પટેલ પરિવારના સભ્યોને ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલવાના કૌભાંડમાં સંકળાયેલા ગુજરાતના સ્થાનિક એજન્ટથી માંડીને  આ કેસની તમામ બાબતોની તપાસ કરવા માટે ડીજીપીએ સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપી છે. જેમાં અનેક મોટા ખુલાસા થવાની શક્યતા છે. જે સંદર્ભમાં ગુજરાત પોલીસે અમેરિકાની તપાસ એજન્સી પાસેથી   વિગતો મંગાવી છે.

ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના મુળ ડીંગુચા ગામના વતની  જગદીશ પટેલ,  તેમની પત્ની વૈશાલી પટેલ, પુત્રી ગોપી અને  પુત્ર ધામક ગેરકાયદેસર રીતે અમેરિકા જવા માટે કેનેડાના રસ્તાથી જઇ રહ્યા હતા. તે સમયે અતિશય ઠંડી અને બરફવર્ષાને કારણે તમામને મોત નીપજ્યા હતા.

અમેરિકાની સ્થાનિક એજન્સી દ્વારા કરવામાં આવેલી તપાસમાં  ચારેય મૃતકોને ગેરકાયદેસર ઘુષણખોરી કરાવવા માટે ગુજરાત , કેનેડા અને અમેરિકાના એજન્ટોની સંડોવણી બહાર આવી હતી.

જેમાં વિગતો બહાર આવી હતી કે જગદીશ પટેલે  કલોલના પલિયડના તેમજ અન્ય એજન્ટને લાખો રૂપિયા આપીને બનાવટી દસ્તાવેજો તૈયાર કરાવ્યા હતા.  બાદમાં કેનેડા મોકલીને ત્યાંથી તમામને ગેરકાયદેસર રીતે ઘુષણખોરી કરાવવાની ખાતરી આપી હતી. જો ક મનસીબે બે માસૂમ બાળક સાથે જગદીશભાઇ અમેરિકા પહોંચે તે પહેલા જ મોતને ભેટયા હતા.  આ કેસમાં અમેરિકાના તપાસ એજન્સીએ સાત જેટલા એજન્ટની ધરપકડ કરી છે.

તો બીજી તરફ આ કૌભાંડના તાર ગુજરાત સાથે પણ જોડાતા રાજ્ય પોલીસ વડા આશીષ ભાટીયાએ સીઆઇડી ક્રાઇમને તપાસ સોંપી છે.  જેમાં જગદીશભાઇને અમેરિકા મોકલવા માટેની કામગીરી કરનાર એજન્ટ, બનાવટી દસ્તાવેજો તૈયાર કરનાર, તેમજ  અમેરિકા અને ભારતને એજન્ટોને જોડતી કડી અંગે તમામ વિગતો મેળવવા માટે આદેશ અપાયા છે.

ડીજીપી આશિષ ભાટીયાએ જણાવ્યું હતું કે આ મામલો ખુબ ગભીર છે. જેથી તપાસ સીઆઇડી ક્રાઇમને સોંપીને સમગ્ર કૌભાંડને બહાર લાવવામાં આવશે. જેમાં મહેસાણા, ગાંધીનગર કે અન્ય જિલ્લાઓમાં રહેતા એજન્ટ કે અન્ય જવાબદાર સામે આકરા પગલા ભરવામાં આવશે. સાથેસાથે અન્ય કોઇ લોકો ગેરકાયદેસર રીતે ઘુષણખોરી કરી ચુક્યા છે કે નહી તે અંગે માહિતી મેળવવામાં આવશે?