Get The App

B.Sc: 23 ઓગસ્ટથી ફાઈનલ રજિસ્ટ્રેશન સાથે ચોઈસ ફિલિંગ

Updated: Aug 21st, 2021

GS TEAM

Google News
Google News
B.Sc: 23 ઓગસ્ટથી ફાઈનલ રજિસ્ટ્રેશન સાથે ચોઈસ ફિલિંગ 1 - image


ગુજરાત યુનિ. દ્વારા પ્રવેશ કાર્યક્રમ જાહેર

નવા-જુના તમામ વિદ્યાર્થી 28મી સુધી રજિસ્ટ્રેશન કરી શકશે 1લી ઓક્ટોબરથી કોલેજોમાં નવું શૈક્ષણિક સત્ર

અમદાવાદ : ગુજરાત યુનિ.દ્વારા બીએસસી અને ફાઈવ યર ઈન્ટિગ્રેટેડ એમએસસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેની પ્રક્રિયા અંતર્ગત આજે પ્રવેશ કાર્યક્રમ જાહેર કરવામા આવ્યો છે.જે મુજબ 23મીથી 28મી સુધી વિદ્યાર્થીઓ ફાઈનલ રજિસ્ટ્રેશન કરી શકશે અને સાથે મોક રાઉન્ડ પણ 23થી28 સુધી ચાલશે.8મીએ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે.

યુનિ.ની ઓનલાઈન સેન્ટ્રલાઈઝડ પ્રવેશ પ્રક્રિયા અંતર્ગત બીએસસી-ઈન્ટિગ્રેટેડ કોર્સીસ માટેના પ્રવેશ કાર્યક્રમ મુજબ અગાઉ ક્વિક રજિસ્ટ્રેશન કરનારા અને એક પણ વાર રજિસ્ટ્રેશન ન કરનારા તમામ વિદ્યાર્થીઓએ હવે 28મી સુધી ફાઈનલ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને મોક રાઉન્ડ માટે 28મી સુધી ચોઈસ ફિલિંગ કરી શકાશે.

8 સપ્ટે. પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર થશે વિદ્યાર્થી મેરિટ બાબતે કોઈ ભૂલ હોય તો 9મી સુધી ઈમેઈલથી રજૂઆત કરી શકશે.13મીએ ફાઈનલ મેરિટ સાથે મોક રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર કરાશે.14થી16 સપ્ટે.સુધી પ્રથમ ફાઈનલ રાઉન્ડ માટે ચોઈસ ફિલિંગ કરી શકાશે અને ચોઈસ બદલી કરી શકાશે.

20મીએ પ્રથમ રાઉન્ડનું સીટ એલોટમેન્ટ જાહેર થસે. 21થી24મી સુધી વિદ્યાર્થીએ ઓનલાઈન ફી ભરી અને 25મી સુધી ઓનલાઈન રિપોર્ટિંગ કરાવી પ્રવેશ કન્ફર્મ કરવાનો રહેશે.27મીથી 28મી સપ્ટે.સુધી સેકન્ડ રાઉન્ડ કમ રીશફલિંગ રાઉન્ડ અંતર્ગત કોલેજ ચોઈસ બદલી શકાશે.30મીએ રીશફલિંગ રાઉન્ડનું  પરિણામ જાહેર કરાશે. 1લી ઓક્ટોબરથી સાયન્સ કોલેજોમાં પ્રથમ શૈક્ષણિક સત્ર શરૂ થશે.

Tags :