For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ચાઇલ્ડ પોર્નોગ્રાફી : ભાવનગરથી બે આરોપી પકડાયા: ચાર દિવસ CBI કસ્ટડીમાં

Updated: Nov 19th, 2021

Article Content Image

સમગ્ર દેશમાં વ્યાપક દરોડાના પગલે

ચાઇલ્ડ પોર્નોગ્રાફીનો ઓનલાઇન ડેટા ગુ્રપમાં શેર કરતા નેટવર્ક પાકિસ્તાન, કેનેડા , અમેરિકા સહિતના દેશોમાં ફેલાયાનો ખુલાસો

અમદાવાદ : સીબીઆઇ દ્વારા સમગ્ર દેશમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી મામલે દરોડાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં સીબીઆઇની ટીમ દ્વારા ગુજરાતના ભાવનગર, જુનાગઢ અને જામનગરમાં પણ કાર્યવાહી કરવામાં આવી હતી.

જે સંદર્ભમાં આજે ભાવનગરથી વધુ બે આરોપીઓની ધરપકડ કરીને ચાર દિવસની સીબીઆઇની જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે. જેમાં આરોપીઓ ચાઇલ્ડ પોર્નોગ્રાફીને લગતા વિવિધ મટિરીયલને ગુ્રપમાં શેર કરતા હતા. સીબીઆઇની ટીમની આરોપીઓ પાસેથી અનેક ચોંકાવનારી વિગતો મળી છે. જેમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું કનેક્શન પાકિસ્તાન, અમેરિકા, શ્રીલંકા જેવા દેશો સુધી લંબાયુ છે.

ચાઇલ્ડ પોર્નોગ્રાફી સામે કાર્યવાહી કરવા માટે સીબીઆઇ દ્વારા વિશેષ યુનિટ દ્વારા સમગ્ર દેશમાં ગત 14મી નવેમ્બરથી  કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં વિવિધ ટીમ બનાવીને 77 જેટલા સૃથળોએ દરોડા પાડીને પ્રથમ દિવસે જ 83 લોકો સામે 23 જેટલી ફરિયાદ નોંધવામાં આવી હતી.  સીબીઆઇની ટીમને તપાસ દરમિયાન ગુજરાતમાંથી પણ ચાઇલ્ડ  પોર્નોગ્રાફીના નેટવર્કનો પર્દાફાશ કરાયો હતો.

જેમાં  ભાવનગર, જુનાગઢ અને જામનગરમાં ચોક્કસ બાતમીને આધારે 10 થી વધારે શંકમંદોની પુછપરછ કરવામાં આવી રહી હતી. જે સંદર્ભમાં આજે ભાવનગર શહેરમાંથી તાવિયા અલ્પેશ ઉકાભાઇ અને  વિશાલ મકવાણા નામના વ્યક્તિની ધરપકડ કરીને સીબીઆઇની સ્પેશીયલ કોર્ટમા રજૂ કરવામાં આવ્યા હતા અને બાદમાં બંનેને સીબીઆઇની ચાર દિવસની કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા.

ઝડપાયેલા બંને આરોપીઓ દિલ્હી સિૃથત મુખ્ય આરોપીઓ સાથે સતત સંપર્કમાં હતા અને તે દિલ્હીથી મળતી સુચના મુજબ  પોર્ન મટિરિયલ પણ તૈયાર કરતા હતા. જેથી આ આરોપીઓની પુછપરછમાં ગુજરાતમાં ફેલાયેલા ચાઇલ્ડ પોર્નોગ્રાફીના નેટવર્કની અનેક ચોંકાવનારી વિગતો મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાંથી જે નવ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં જુનાગઢના મેંદરડાથી હર્ષદ કોટડીયા અને ભાવનગરના મહુવાથી પ્રકાશ નકુમ નામના  વ્યક્તિનો સમાવેશ થતો હોવાનું સુત્રોએ જણાવ્યું છે. આ આરોપીઓ સોશિયલ મિડીયાના  50 થી વધારે ગુ્રૂપમાં ચાઇલ્ડ પોર્નને લગતુ મટિરિયલ પોસ્ટ કરતા હતા. જેના બદલામાં તેમને નાણાં મળતા હતા.

ખાસ કરીને આ આરોપીઓ દ્વારા ચાઇલ્ડ પોર્નોગ્રાફી લગતુ મટિરીયલ સૃથાનિક સ્તરે બનાવીને પણ ગુ્રપના મેમ્બર્સને પુરૂ પાડતા હતા.તો સૌથી મોટી ચોંકાવનારી વિગતો ધ્યાનમાં આવી છે કે આરોપીઓ તમામ એડલ્ટ મટિરિયલને  તેમના લેપટોપ કે કોઇ પણ ઇલેક્ટ્રોનીક્સ ગેટેઝસમાં નહી પણ ક્લાઉન્ડ ડેટામાં સ્ટોર કરતા હતા. જેથી ચાઇલ્ડ પોર્નોગ્રાફી સાથે સંકળાયેલા આરોપીઓ  પણ તેનો ઉપયોગ કરી શકતા હતા. 

સીબીઆઇને પ્રાથમિક તપાસમાં  સોશિયલ મિડીયાના 50 ઓનલાઇન  ગુ્રપ મળી આવ્યા હતા.જેમા ંએક ગુ્રપમાં 100 વ્યક્તિઓ જોડાયેલી હતી. આમ, કુલ પાચં હજાર મેમ્બર્સના ડેટા સીબીઆઇને મળ્યા છે. જેમાં પાકિસ્તાન,  કેનેડા,  અમેરિકા, બાંગ્લાદેશ,  શ્રીલંકા, નાઇઝીરિયા,  યમન, મલેશિયાના જેવા દેશોથી પણ કેટલાંક મેમ્બર્સ જોડાયેલા છે. જેથી આ તમામ લોકોનો ડેટા મેળવવા માટે સીબીઆઇ દ્વારા આ તમામ દેશોની એજન્સીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે.

ચાઇલ્ડ પોર્નોગ્રાફી ગુ્રપમાં જોડાવા ફી ઓનલાઇન ચૂકવવી પડતી હતી

સીબીઆઇએ દેશના વિવિધ શહેરોમાંથી ઝડપાયેલા આરોપીઓની પુછપરછ કરી ત્યારે જે 50 ઓનલાઇન ગુ્રપ અંગે માહિતી મળી ેતે જાણી સીબીઆઇની ટીમ ચોંકી ઉઠી હતી. કારણ કે  ગુ્રપમાં 100 લોકોની મર્યાદા હતી અને જો મેમ્બરશીપ લેવી હોય તો  આ માટે માસિક  50 ડોલર અને વાર્ષિક  250 ડોલરની  ફી ચુકવવી પડતી હતી. જેની ચુકવણી ખાસ લીંકથી ઓનલાઇન કરવામાં આવતી હતી.  તો ચાઇલ્ડ પોર્નોગ્રાફીનું મટિરિયલ તૈયાર કરનારને વિડીયો અને  ફોટો પ્રમાણમે ચુકવણી કરવામાં આવતી હોવાનું પણ જાણવા મળ્યું છે.-

Gujarat