વડોદરા: પાદરા જંબુસર રોડ પર કેમિકલ ભરેલું ટેન્કર ઊથલી પડતાં અફરાતફરી
વડોદરા,તા.23 માર્ચ 2022,બુધવાર
વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આજે વહેલી સવારે કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં દહેશત ભર્યો માહોલ છવાયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ કંડલાથી જ્વલનશીલ કેમીકલ ભરીને પાદરા તરફ આવી રહેલો ટેન્કર માસર રોડ પાસેથી પસાર થઈ રહ્યું હતું તે દરમિયાન મહુવડ પાસે અચાનક ધડાકાભેર પલટી ગયું હતું.
જોકે ટેન્કર પલટી ગયા પછી પણ થોડું થોડું કેમિકલ જ લીક થતું હતું. જેને કારણે જાનહાનિ નો ભય ટળ્યો હતો. બનાવને પગલે વડોદરા ફાયરબ્રિગેડની મદદ લેવામાં આવી હતી અને ટેન્કરના માલિકને બોલાવી ટેન્કર સીધું કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. જે દરમિયાન વાહન ચાલકોને ભારે અડચણ પડી હતી.