પ્રધાનમંત્રી સ્વાનિધી યોજનામાં લોન પ્રોસેસ માટે લાભાર્થીઓ પાસેથી રૂપિયા 300 પડાવતા વિવાદ
વડોદરા, તા. 25 સપ્ટેમ્બર 2020, શુક્રવાર
કોરોના મહામારીને કારણે ધંધા ઉદ્યોગોને માઠી અસરપડી છે. સરકારે આ અસરોમાં લોકોને મદદ કરવા માટે પ્રધાનમંત્રી સ્વનિધી યોજના શરુ કરી છે. આ યોજના હેઠળ ફેરિયાનું કામ કરતા અને રોડ ઉપર લારી વગેરે લઇને પોતાનો ધંધો કરતા લોકોને નાણાકીય લાભ અને સીધી લોનો મળી રહે તે માટે ને તખ્તો ઘડ્યો છે.
પરંતુ આ યોજનાની ચકાસણી કર્યા વગર આડેધડ લાભાર્થીની લોનને મંજૂરી આપવાના મામલે સવાલો ઉભા થયા છે કારણકે બિનજરૂરી લોકો પણ આ સુવિધાનો લાભ ઉઠાવી રહ્યા છે તે ખરેખર કેટલું યોગ્ય ત્યારે આ અંગે આરટીઆઇ એક્ટિવિસ્ટ વાંધો ઉઠાવી આ યોજનાને ચૂંટણીલક્ષી યોજના ગણાવી હતી.
કોરોના મહામારીની અસર સામાન્ય લોકો કે જેઓ લારી કે નાની નાની દુકાનો ચલાવે છે તેઓની આર્થિક સ્થિતિ પર પડેલી જોઈ શકાય છે તેને ધ્યાનમાં લઈને પ્રધાનમંત્રીએ આ યોજનાની શરુઆત કરી હતી.
આ સ્વનિધિ યોજનાનો મુખ્ય હેતુ લોકડાઉન દરમિયાન અસર થયેલ ઘંઘાને ફરીથી શરુ કરીને તેમાં વેગ મળેવવાનો છે, જેના કારણે સરકાર આ તમામ લોકોને તદ્દન ઓછા વ્યાજ સાથે લોન આપી રહી છે.
આ યોજના હેઠળ અનેક શેરીઓમાં ફેરી મારતા ફએરીયાઓ, રસ્તાઓ પર શાકભાજી, ફળ, ખાદ્ય ચીજવસ્તુઓ વેચીને ગુજારન ચલાવતા લોકોને લોન આપવામાં આવે છે,આ સાથે જ આ લોન મેળવવા માટે મોચી, પાનની દુકાન ધરાવનાર, લોન્ડ્રી, નાના સલુન વગેરે તમામ લોકો સ્વનિધિ યોજના હેઠળશ લોન મેળવવા પાત્ર છે.
આ લોન મેળવવા માટે વડોદરા શહેરની વોર્ડ કચેરીઓ પર લાભાર્થીઓએ લોન મેળવવા માટે પડાપડી કરી હતી તો બીજી તરફ જવાબદાર અધિકારીઓએ કોઈપણ જાતનું નિરીક્ષણ કર્યા વગર લાભાર્થીની લોન મંજુર કરવા મામલે વિરોધનો વંટોળ ફૂંકાયો છે કારણકે આ લાભાર્થીઓમાં બિનજરૂરી લોકો પણ લોનનો લાભ લઇ રહ્યા હોય તેવી ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે.
જે તે વોર્ડ કચેરીઓમાં ક્લાર્ક દ્વારા લાભાર્થી પાસેથી લોન પ્રોસેસ ફીના બહાને 300 રૂપિયા ખંખેરીમાં પાલિકાની તિજોરી ભરી રહ્યા છે. આ લોન સ્ટેટ વેન્ડર પોલીસી હેઠળ આવતા અને સર્ટીફીકેટ તથા કાર્ડ ધરાવતા લાભાર્થી પાસેથી ભાડા ક્લાર્ક દ્વારા કોઈપણ ચકાસણી વગર 300 રૂપિયાનો વહીવટી ચાર્જ વસૂલવામાં આવે છે તે અયોગ્ય છે તેમ આર.ટી.આઈ એક્ટિવિસ્ટ સંજય મકવાણા એ આક્ષેપ કર્યો છે.