"મારુ વડોદરા ધમધમતું વડોદરા " ની પ્રાર્થના સાથે જન્માષ્ટમીની ઉજવણી
વડોદરા,તા.31 ઓગષ્ટ 2021,મંગળવાર
વડોદરા શહેરના સમતા વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે રામેશ્વર યુવક મંડળ દ્વારા "મારું વડોદરા ધમધમતું વડોદરા "ની પ્રાર્થના સાથે ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
વડોદરા શહેરમાં સમતા વિસ્તારમાં આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે રામેશ્વર યુવક મંડળ દ્વારા ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખાસ ઉપસ્થિતિમાં ભાજપના પૂર્વ કોર્પોરેટર રાજેશભાઈ આયરે તથા વોર્ડ 9 કોર્પોરેટર શ્રીરંગ આયરે તથા રામેશ્વર યુવક મંડળના તમામ સભ્યોની ઉપસ્થિતિમાં આ ભજન સંધ્યા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ નિમિત્તે ભજન સંધ્યાનો લાભ લીધો હતો અને શ્રી કૃષ્ણ ભગવાનના જન્મની ઉજવણી કરી હતી અને તેની સાથે એવી પ્રાર્થના પણ કરી હતી કે જે કોરોનાની મહામારી સંપૂર્ણ મુક્તિ મળે. આ કોરોનાની મહામારી સંપૂર્ણ રીતે નાબૂદ થઈ જાય અને જે રીતના પહેલા જેવુ વડોદરા શહેર ધમ ધમતુ થઇ જાય.