ફેસબુક ફેક એકાઉન્ટમાં યુવતીના મોબાઇલ નીચે કોલ ગર્લ લખ્યું
- યુવકની સગાઇ બીજે થઇ, ગુસ્સે થયેલી યુવતીના
- બિભત્સ માગણી કરતા અઢળક ફોન આવ્યા તલોદના વિકૃત માનસિક યુવકની ધરપકડ
અમદાવાદ, તા. 18 સપ્ટેમ્બર, 2020, શુક્રવાર
સોશિયલ મિડિયાનો દિન પ્રતિદિન દૂર ઉપયોગ થઇ રહ્યો છે, અમદાવાદની યુવતીની સગાઇની વાત તલોદના યુવક સાથે ચાલતી હતી, જો કે યુવકની સગાઇ બીજી છોકરી સાથે થતાં યુવતી ગુસ્સે થઇ હતી.
જેનો બદલો લઇ યુવતીને બદનામ કરવા યુવકે ફેક ફેસબુક એકાઉન્ટ નીચે મોબાઇલ નંબર અને કોલ ગર્લ લખ્યું હતું. આ કેસની વિગત એવી છે કે અમદાવાદમાં રહેતી યુવતી લગ્ન માટે વેબ સાઇટ ઉપર ઓન લાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું હતું,
બીજીતરફ તલોદમાં રહેતા રોશનકુમાર પ્રકાશચન્દ્ર મહેતા નામના યુવકે પણ લગ્ન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતુ જેથી પ્રોફાઇલમાંથી એક બીજાનો મોબાઇલ નંબર મેળવીને વાતચીતો કરતા હતા. એક તબ્બકે તો બન્નેના લગ્નની વાતચીત પણ થઇ હતી પરંતુ સંજોગોવસાત યુવકની સગાઇ બીજી છોકરી થઇ હતી જેથી યુવતી યુવક ઉપર ગુસ્સે થઇ હતી અને આ મુદ્દે બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી.
જેનો બદલો લેવા માટે અને યુવતીને બદનામ કરવા યુવકે ફેક ફેસબુક એકાઉન્ટ નીચે મોબાઇલ નંબર અને કોલ ગર્લ લખ્યું હતું. જેથી યુવતીના મોબાઇલ ઉપર બિભત્સ માંગણી કરતા અઢળક ફોન આવ્યા હતા. યુવતીની ફરિયાદ આધારે સાઇબર ક્રાઇમે આજે વિકૃત માનસિકતા ધરાવતા યુવકની ધરપકડ કરી હતી.