કલોલમાં યુવકના ચકચારી હત્યા કેસમાં બિલ્ડરની ધરપકડ
કલોલ : કલોલમાં દીકરીના મોત બાબતે શંકા રાખી બિલ્ડરે તેના જમાઈ અને તેના ભાઈને એના ફાર્મ હાઉસમાં લઈ જઈ ને માર માર્યો હતો. બિલ્ડરે તેના મળતીયાઓ સાથે જમાઈ અને તેના ભાઈને માર મારતા બંને જણાને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં જમાઈનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું બનાવ અંગે પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ ચલાવી આ ગુનામાં મુખ્ય સૂત્રધાર બિલ્ડરની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.
આ બાબતે મળતી વિગતો અનુસાર કલોલ ના જાણીતા બિલ્ડર રૃપાજી પ્રજાપતિએ તેમની દીકરીના મોત બાબતે શંકા રાખીને તેમના જમાઈ ભાવેશ પ્રજાપતિ અને તેના ભાઈ સતીશ પ્રજાપતિને તેમના ફાર્મ હાઉસમાં લઈ ગયા હતા જ્યાં બિલ્ડરે તેમના મળતીયાઓ સાથે બંને ભાઈઓને માર માર્યો હતો લાકડીઓના ધોકા વડે માર મારવામાં આવતા બંને જણાને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા જ્યાં બિલ્ડરના જમાઈ ભાવેશ પ્રજાપતિનું મૃત્યુ થયું હતું અને તેના ભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો બનાવા અંગે પોલીસે ભાવેશના પિતાની ફરિયાદના આધારે બિલ્ડર રૃપાજી પ્રજાપતિ અને તેના મળતીયાઓ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી આ બનાવ સંદર્ભે પોલીસે અગાઉ બે આરોપીઓ જનક ભાટી અને જીગો ઠાકોરની ધરપકડ કરી હતી ત્યારબાદ ગતરોજ મોડી રાત્રે બિલ્ડર રૃપાજી હીરાજી પ્રજાપતિ અને તેના સાગરીત દિપક ઉર્ફે પીન્ટુ ભાટી ની ધરપકડ કરી હતી પોલીસે બંનેને કોર્ટમાં રિમાન્ડર અર્થે રજૂ કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.