આજવા રોડ પર દારૃ જુગારનો ધંધો કરતો આરોપી પકડાયો
બાપોદ ધનલક્ષ્મી સોસાયટીમાંથી પણ દારૃ પકડાયો
વડોદરા,તા,8,જાન્યુઆરી,2020,બુધવાર
આજવા રોડ શિવશક્તિ મહોલ્લામાં દારૃ જુગારનો દંધો કરતાં આરોપીને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. જ્યારે બાપોદમાં પણ દારૃ વેચતા આરપીની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગેની વિગત એવી છે કે પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે આજવારોડ શિવશક્તિ મહોલ્લામાં દારૃ જુગારનો ધંધો કરતા વિષ્ણુ ઉર્ફે લાલો ભીખાભાઈ કહારને પીસીબી પોલીસે ઝડપી પાડયો છે. આરોપી પાસેથી ૨૧ લાખ દારૃ જપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે આંક ફરકના જુગારના ૧૪,૭૦૦ રૃપિયાની મત્તા જપ્ત કરી છે. આ ઉપરાંત બાવામાનપુર અજીરકોમ્પલેક્ષની બાજુની રહેતા સાજીદ ઉર્ફે બોડી યુસુફમીયા અરબને જુગાર રમાડતા ઝડપી પાડી ૮૫૦ રૃપિયા રોકડા જપ્ત કરવામાં આવ્યા છે.
જ્યારે અન્ય એક રેઈડમાં બાપોદ જકાતનાકા ધનલક્ષ્મી સોસાયટીમાં રહેતા અને દારૃનો ધંધો કરતા યોગેશ વિષ્ણુભાઈ ચાવડાની ધરપકડ કરી પોલીસે ૭ લીટર દારૃ જપ્ત કર્યો છે.