Get The App

વડોદરાના ન્યુ સમા રોડના મકાનમાંથી ક્રિકેટનો સટ્ટો પકડાયો, કચ્છ-મહેસાણાના ચાર બુકી વોન્ટેડ

Updated: Nov 1st, 2021

GS TEAM

Google News
Google News
વડોદરાના ન્યુ સમા રોડના મકાનમાંથી ક્રિકેટનો સટ્ટો પકડાયો, કચ્છ-મહેસાણાના ચાર બુકી વોન્ટેડ 1 - image

વડોદરા,તા.1 નવેમ્બર 2021,સોમવાર 

વડોદરા ન્યૂ સમા રોડ વિસ્તારના એક મકાનમાં પોલીસે ગઇ મોડી સાંજે દરોડો પાડી T-20 ની મેચો પર રમાડવામાં આવી રહેલા સટ્ટાનું નેટવર્ક ઝડપી પાડ્યું છે.

ન્યુ સમા રોડની મુક્તિધામ સોસાયટી પાસે રાધિકા પાર્કના મકાનમાં કલ્પેશ બાબુભાઈ પટેલ ક્રિકેટનો સટ્ટો રમાડી રહ્યો હોવાની વિગતોને પગલે ફતેગંજ પોલીસ સ્ટેશનના પી.આઈ.એસ.એ. કરમુર અને સ્ટાફના માણસોએ દરોડો પાડ્યો હતો.

પોલીસે રૂમમાંથી કલ્પેશ પટેલને ઝડપી પાડી તેની પાસે 3 મોબાઈલ તેમજ રોકડા રૂ 2.07 લાખ સહિતની મત્તા કબજે કરી હતી. ત્રણે મોબાઇલમાં ક્રિકેટના સત્તાની એપ કાર્યરત હતી.પોલીસની પુછપરછ દરમિયાન જુદા જુદા બુકીઓના નામ ખુલ્યા હતા.

પોલીસે કચ્છ મુન્દ્રાના અલ્પેશ પટેલ ઉર્ફે એકે, મહેસાણા વિસનગરના ચિરાગ પટેલ, સુરભી પટેલ અને મૌલિક પટેલ ઉર્ફે ગુરૂને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.

Tags :