Get The App

ભાજપના બક્ષી પંચ મોરચાનો મંત્રી નશાની હાલતમાં પકડાયો

આગેવાન હેરાન કરતો હોવાની અરજી થતા પોલીસ તેને નિવેદન માટે લઇ આવી હતી

Updated: Nov 1st, 2023

GS TEAM


Google News
Google News
ભાજપના બક્ષી પંચ મોરચાનો મંત્રી નશાની હાલતમાં  પકડાયો 1 - image

વડોદરા,ભાજપના બક્ષીપંચ મોરચાનો આગેવાન દારૃના નશાની  હાલતમાં પોલીસ સ્ટેશનમાં જતા વારસિયા પોલીસે તેની સામે  ગુનો દાખલ કર્યો છે.

વારસિયા  પોલીસ સ્ટેશનમાં સામાભાઇ વાલાભાઇ ગઢવી ( રહે.પુંજા પાર્ક સોસાયટી, ન્યૂ વી.આઇ.પી.રોડ) એ અરજી આપી હતી કે, અનુપ ઉર્ફે પપ્પુ લાખાભાઇ ગઢવી (રહે. સિદ્ધાર્થ સોસાયટી, ન્યૂ વી.આઇ.પી.રોડ) મને હેરાનગતિ કરે છે. જેથી, વારસિયા પોલીસ સ્ટેશનનો સ્ટાફ જઇને રાતે બાર વાગ્યે અનુપ ઉર્ફે પપ્પુ ગઢવીને પકડી લાવી હતી. ઇનવે રૃમમાં બેસાડીને  પોલીસ દ્વારા અનુપ ઉર્ફે પપ્પુ  ગઢવીનું નિવેદન લેવામાં આવતું હતું. અનુપ ઉર્ફે પપ્પુ ગઢવી દારૃના નશામાં હોવાનું જણાઇ આવતા પોલીસે તેની સામે પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નશાની હાલતમાં પકડાયેલો અનુપ ઉર્ફે પપ્પુ ગઢવી શહેર ભાજપ બક્ષીપંચ મોરચાનો મંત્રી હોવાનું જાણવા મળ્યું છે.

Tags :