For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોરોનાને લીધે ભાજપ-કોંગ્રેસ સોશિયલ મીડિયાનો સહારો લેશે

- બધા પક્ષો પેટાચૂંટણીમાં પ્રચાર કરવાની મથામણમાં

- જાહેરસભા-રેલી નહીં પણ વર્ચ્યુઅલ સભાથી મતદારોને રિઝવશે, ચૂંટણીનો માહોલ જામશે નહીં

Updated: Jul 6th, 2020

અમદાવાદ, તા. 6 જુલાઇ, 2020, સોમવાર

આગામી દિવસોમાં રાજ્યમાં આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાનારી છે જેના પગલે અત્યારથી ભાજપ-કોંગ્રેસે તૈયારી કરી છે.જોકે, ભાજપ-કોંગ્રેસના નેતાઓને અત્યારથી એ વાતની ચિંતા પેઠી છેકે, કોરોનાની મહામારી વચ્ચે પ્રચાર કેવી રીતે કરવો .

લોકોમાં ય કોરોનોનો ખોફ છે ત્યારે મતદારો વચ્ચે જઇને પ્રચાર કરવો એ પણ ભાજપ-કોંગ્રેસ સહિત અન્ય રાજકીય પક્ષો માટે પડકારરૂપ બની રહેશે. આ દરમિયાન, ભાજપ-કોંગ્રેસે સોશિયલ મિડીયાના માધ્યમથી વધુને વધુ મતદારો સુધી પહોંચવા પહોંચવા તૈયારીઓ કરી છે. 

ગુજરાતમાં આઠ વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાનારી છે.હજુ કેન્દ્રીય ચૂંટણીપંચે ચૂંટણીની તારીખો સત્તાવાર રીતે જાહેર કરી નથી પણ ભાજપ-કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ કરી લીધી છે.

અત્યારે ગુજરાતમાં કોરોનાના કેસો હજુય દિનપ્રતિદીન વધી રહ્યાં છે. કોરોના હજુ અકુંશમાં આવી શક્યો નથી ત્યારે પેટાચૂંટણીમાં આવા સંજોગો વચ્ચે પ્રચાર કેવી રીતે કરવો એ પ્રશ્ન ભાજપ-કોંગ્રેસના નેતાઓને સતાવી રહ્યો છે. 

સામાન્ય રીતે ચૂંટણી હોય ત્યારે શહેરો-ગામડાઓમાં જાહેરસભા યોજાય,રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો સભા ગજવીને મતદારો સમક્ષ ચૂંટણી વચનો આપે, મતદારો સાથે ખાટલા બેઠકો યોજાય, ઉમેદવારોની પ્રચાર રેલી યોજાય.

આ બધુય આ વખતે શક્ય જ નથી કેમ કે,કોરોનાના  પગલે જાહેરસભા કે રેલી યોજી શકાશે નહીં. ખુદ ભાજપ-કોંગ્રેસના નેતાએ જ કહી રહ્યાં છે કે, આ વખતે પેટાચૂંટણીનો માહોલ જ જામશે નહીં. લોકોમાં કોરોનાનો એટલો ખોફ છે કે,હજુ બજારોમાં લોકોની ઝાઝી અવરજવર રહી નથી.  

સૂત્રોના મતે,ભાજપ-કોંગ્રેસે ફેસબુક, વોટ્સએપ અને ટ્વિટર સહિત સોશિયલ મિડીયાના માધ્યમથી વધુને વધુ લોકો સુધી પહોંચવા  રણનીતિ ઘડી કાઢી છે.આ ઉપરાંત જાહેરસભાને બદલે વર્ચ્યુઅલ સભા યોજવા પણ આયોજન કરાયું છે. એક સૃથળે સોશિયલ ડિસટન્સ રાખીને વર્ચ્યુઅલ સભા યોજવામાં આવશે.

ભાજપ-કોંગ્રેસના  પ્રદેશ નેતા-સૃથાનિક  આગેવાનોએ કોરોનાની સમજ આપવાના બહાને મતદારો સાથે મુલાકાત કરવાના બહાને માસ્ક-સેનેટાઇઝરનું વિતરણ કરવા પણ યોજના ઘડી છે. એસએમએસના માધ્યમથી કેન્દ્ર અને રાજ્યની કામગીરીને લગતા વાત મતદારો સુધી પહોંચાડવામાં આવશે. આમ,કોરોનાની મહામારી વચ્ચે પેટાચૂંટણીમાં પ્રચાર કરતાં ભાજપ-કોંગ્રેસના નેતાઓને આંખે અંધારા આવી જશે.

કોરોનાના કારણે પેટાચૂંટણીમાં ઓછું મતદાન થવાની ભીતિ 

અત્યાર સુધી અમદાવાદ જ કોરોનાનું એપી સેન્ટર રહ્યુ હતું. હવે સુરત કોરોનાનું હોટ સ્પોટ બની રહ્યુ છે. આ ઉપરાંત ગામડાઓમાં ય કોરોનાના કેસો વધતા જ જાય છે. લોકોમાં કોરોનાનો ખોફ એટલો છેકે, અનલોક હોવા છતાંય લોકો ઘરની બહાર નિકળતાં ખુબ જ સાવચેતી દાખવી રહ્યાં છે. આ પરિસિૃથતીને લીધે હજુ બજારોમાં ખરીદારી નથી. મંદીનો માહોલ પ્રવર્તી રહ્યો છે. આ સંજોગોમાં મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવા ખુબ જ મુશ્કેલ બની રહેશે.સામાન્ય દિવસોની જેમ આ વખતે મતદારો સહેલાઇથી ઘરની બહાર નીકળે તેમ નથી. મતદારોને મતદાન કેન્દ્ર સુધી લાવવા એ ભાજપ-કોગ્રેસ માટે એક રાજકીય પરીક્ષા સમાન બની રહેશે. કોરોનાના ડરથી લોકો મતદાનમાં હિસ્સો નહી લે તેવી ભીતિ છે જેથી ભાજપ-કોંગ્રેસ પણ અત્યારથી જ આ મામલે વિચારતાં થયા છે.

કોરોનાના દર્દી પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. ચૂંટણી પંચ વિચારી રહ્યું છે

પેટાચૂંટણીમાં કોરોનાના દર્દી આૃથવા કન્ટેન્ટમેન્ટ ઝોનના મતદારો પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે. કેન્દ્રીય ચૂંટણી પંચ આ  દિશામાં વિચારણા કરી રહ્યુ છે. પેટાચૂંટણીને લઇને રાજ્ય ચૂંટણી પંચે તો તૈયારીઓ આદરી છે.મતદાન કેન્દ્રમાં સેનેટાઇઝરનો ઉપયોગ કર્યા પછી એન્ટ્રી અપાશે.મતદારે માસ્ક પહેરીને મતદાન મથકે આવવુ પડશે. મતદાન કેન્દ્ર પર ભીડ એકઠી ન થાય અને સોશિયલ ડિસટન્સનું પાલન થાય તે માટે વધુ મતદાન કેન્દ્રો તૈયાર કરવા પણ ચૂંટણી પંચે નક્કી કર્યુ છે. પ્રત્યેક વિધાનસભા મત વિસ્તારમાં 500થી વધુ મતદાન કેન્દ્રો ઉભા કરવા તૈયારીઓ કરાઇ છે.

Gujarat