Get The App

પુરઝડપે આવતી કારે બાઈક અને એક્ટીવાને ટક્કર મારતાં યુવકનું મોત

એસ જી હાઇવે પર મંગળવારની મોડી રાત્રે બનેલી ઘટના

અકસ્માત સર્જનાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો

Updated: Oct 31st, 2018

GS TEAM


Google News
Google News
પુરઝડપે આવતી કારે બાઈક અને એક્ટીવાને ટક્કર મારતાં યુવકનું મોત 1 - image


એસજી હાઈવે ગોતાબ્રિજ પર મંગળવારે રાત્રે ૧૨.૩૦ વાગ્યે પૂરઝડપે આવતી કારે એક્ટિવા અને બાઈકને ટક્કર મારતાં એક યુવકનું મોત નિપજ્યું જ્યારે અન્ય એક યુવકને ગંભીર ઈજા પહોંચી હતી. પાર્ટી પ્લોટનો મેનેજર અને કર્મચારી બાઈક અને એક્ટિવા લઈને ઘર તરફ જઈ રહ્યા ત્યારે આ ઘટના બની હતી. ટ્રાફિક એ ડિવીઝન પોલીસે કારના નંબરના આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 એસજી હાઈવે પર આવેલા પ્રસંગમ પાર્ટી પ્લોટમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં જિગ્નેશ કનુભાઈ પટેલ (ઉં.૩૪) ઘાટલોડિયા નાલંદા સ્કુલ પાસે પાર્થ એવન્યુ ખાતે રહે છે. તેઓ પાર્ટી પ્લોટથી રાત્રીના બાઈક પર મંગળવારે રાત્રે પોતાન ઘરે જઈ રહ્યા હતા. જિગ્નેશ જોડે સાથી કર્મચારી મૂકેશ પણ એક્ટિવા લઈને ઘર તરફ જઈ રહ્યો હતો. દરમિયાનમાં ગોતાબ્રિજની વચ્ચે અચાનક પૂરઝડપે આવી રહેલી કારે બાઈક અને એક્ટિવાને ટક્કર મારી હતી. જેના પગલે જિગ્નેશભાઈ અને મૂકેશ બંને રોડ પર પટકાયા હતા. જિગ્નેશભાઈને મોં,પેટ,કપાળ, છાતી,જમણા પગે ઢીચણ અને નળાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું સ્થળ પર મોત થયું હતું. 

જ્યારે મૂકેશને જમણા-ડાબા પગે નળા અને જમણા હાથે કોણીના ભાગે ઈજાઓ થઈ હતી. મૂકેશને સારવાર અર્થે ઈર્મજન્સી એમ્બ્યુલન્સમાં સોલા સિવિલ લઈ જવામાં આવ્યો હતો. અકસ્માતને સર્જનાર ચાલક કાર લઈને ફરાર થઈ ગયો હતો. જો કે, હાઈવે પર પસાર થતી કારના ચાલકે તેનો પીછો કરી કારનો નંબર મેળવીને પોલીસને આપ્યો હતો. ટ્રાફિક એ ડિવીઝન પોલીસે મૂકેશ દેવરામ બલાઈ (ઉં.૨૮)ની ફરિયાદને આધારે કારના ચાલક વિરૃદ્ધ ગુનો દાખલ કરી કારના નંબરના આધારે તપાસ હાથ ધરી છે.                                          (તસ્વીર - પ્રતિકાત્મક છે)


Tags :