ભારતી બાપુ અમદાવાદમાં બ્રહ્મલીન થયા, જૂનાગઢમાં સમાધિ અપાઇ
-ભારતી આશ્રમના મહામંડલેશ્વર
-વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ મંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૃપાણીએ શ્રદ્ધાંજલિ આપી
અમદાવાદ,રવિવાર
ભારતી આશ્રમના
મહામંડલેશ્વર વિશ્વભંર ભારતીજી શનિવારે મોડી રાત્રે અમદાવાદ ખાતે બ્રહ્મલીન થયા છે,
તેઓ ૯૩ વર્ષના હતા. જૂનાગઢના ભારતી આશ્રમના ગુરુ ગાદી હોલમાં કોવિડ ગાઇડલાઇન્સ સાથે
તેમને સમાધિ આપવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૃપાણી સહિતના
મહાનુભાવોએ ભારતી બાપુને શ્રદ્ધાંજલિ આપી છે.
વરિષ્ઠ સંત મહામંડલેશ્વર
ભારતી બાપુએ અમદાવાદના સરખેજ ખાતે આવેલા ભારતી આશ્રમમાં શનિવારે રાત્રે ૨ઃ૩૦ કલાકે
દેહ ત્યાગ કર્યો હતો. સરખેજ ખાતેના ભારતી આશ્રમમમાં સવારે ૯ઃ૩૦ સુધી ભારતી બાપુના બ્રહ્મલીન
દેહને દર્શન માટે રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેમના પાર્થિવ દેહને જૂનાગઢમાં સમાધિ
માટે લઇ જવામાં આવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રદ્ધાંજલિ આપતાં ટ્વીટ કરી કે,
'જૂનાગઢ ભારતી આશ્રમના મહામંડલેશ્વર વિશ્વંભર ભારતીજી મહારાજનો ઉપદેશ આપણને કાયમ પ્રેરણા
આપતો રહેશે. એમના લાખો સેવકોને મારી સાંત્વના. ઈશ્વર એમના આત્માને શાંતિ પ્રદાન કરે.
ઓમ શાંતિ... '
ભારતી બાપુનો
જન્મ ૧ એપ્રિલ ૧૯૨૮ના અમદાવાદના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં થયો હતો. ૪ જાન્યુઆરી
૧૯૬૫નાના તેમની દિગંબર દીક્ષા કરાઇ હતી ત્યારબાદ ૨૧ મે ૧૯૭૧ના અમદાવાદ ખાતે ભારતી આશ્રમની
સ્થાપના કરી હતી તેમજ ૧૯૯૨માં મહામંડલેશ્વર બન્યા હતા. તેઓએ પુરષોત્તમ લાલજી મહારાજના
વ્યસન મુક્તિના સંદેશ સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં કામ કર્યું હતું. આ ઉપરાંત તેઓ શ્રી
પંચ દશનામ જૂના અખાડાના આંતરરાષ્ટ્રિય અધ્યક્ષ હતા.