દવાખાનું સીલ હોવા છતાંય,સંચાલકોએ સારવાર ચાલુ રાખી હોવાનો ખુલાસો
દિલ્હી ચકલામાં ભાડભુંજા દવાખાનું સીલ થવાનો મામલો
૯ સપ્ટેમ્બરે દવાખાનું સીલ થયા બાદ પણ અનેકને લોકોે સારવાર આપીઃ આરોગ્ય વિભાગ તપાસ શરૂ કરી
અમદાવાદ,રવિવાર
શહેરના ધી કાંટા દિલ્હી ચકલામાં આવેલા ભાડભુંજા દવાખાનાના સંચાલકોએ તબીબની હાજરી વિના જ એક મહિના હાથમાં યોગ્ય કર્યા વગર પ્લાસ્ટર લગાવતા હાથનું કાડું વળી ગયાની ઘટના બની હતી. જે અનુસંધાનમાં આરોગ્ય વિભાગે દવાખાનું સીલ કરીને કાર્યવાહી કરી હતી. પરંતુ, દવાખાનું સીલ થયા બાદ પણ દવાખાના સંચાલકોએ સારવાર ચાલુ રાખી હોવાનો ખુલાસો થયો છે. જે અંગે માહિતી મળતા આરોગ્ય વિભાગે કેટલાંક દર્દીઓની માહિતીને આધારે તપાસ શરૂ કરી છે. એટલુ જ નહી તે તબીબના નામે સારવાર આપીને દવા લખવામાં આવી હતી. તે તબીબે પણ સારવાર ન કર્યાનું બહાર આવ્યું છે. શહેરના રામોલમાં રહેતી એક મહિલાના હાથમાં ઇજા થતા તેમને ધી કાંટા દિલ્હી ચકલા પાસે આવેલા ભાડભુંજા દવાખાના લઇ જવામાં આવ્યા હતા. જ્યા હાજર કહેવાતા તબીબે એક્સ-રે કઢાવ્યા વિના જ હાથમાં પ્લાસ્ટરનો પાટો બાંધીને હાડકું બેસીને સારૂ થઇ જશે તેમ કહીને ત્રણ વાર પ્લાસ્ટર બદલ્યા હતા. પરંતુ, આ સમયે મહિલાના હાથનું કાંડુ વળી ગયું હતું. જે અંગે એલ જી હોસ્પિટલના તબીબાને મળતા તેમણે સર્જરી કરીને કાડું યોગ્ય કરી આપવાની કહ્યું હતું. આમ, ભાડભુંજાને કહેવાતા તબીબે બેદરકારી દાખવતા આરોગ્ય વિભાગે ઇકબાલ સૈયદ, સુફિયાન સૈયદ સહિતના સંચાલકોને નોટીસ આપીને દવાખાનું ૯મી સપ્ટેમ્બરના રોજ સીલ કર્યં હતું.જેથી નિયમ મુજબ તેમના દવાખાના નામ પર કોઇ સારવાર ન થઇ શકે અને તેમણે ભુપેશ પરીખ નામના તબીબના નામો ઉપયોગ પણ કર્યો હતો.પરંતું, દવાખાનાના સંચાલકોએ તબીબ વિના જ અન્ય સ્થળે દવાખાનું શરૂ કર્યાનો આરોપ મુકાયો હતો. જે અનુસંધાનમાં તેમણે એક સુરતના દર્દીને ૧૩મી સપ્ટેમ્બરના રોજ સારવાર આપી હતી. એટલું જ નહી આ બાબતે ડૉ. ભુપેશ પરીખને પણ જાણ નહોતી. જેથી આ બાબતને ગંભીરતાથી લઇને આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી છે.