અંબાજીમાં આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો બંધ રહે તેવી શક્યતા
- ભાદરવી પૂનમ પર કોરોનાનું સંકટ
- CM હાઉસમાં મળેલી બેઠકમાં વિચારણા, ત્રણ મંત્રીઓની કમિટીના રિપોર્ટ બાદ આખરી નિર્ણય
અમદાવાદ, તા. 16 જુલાઇ, 2020, ગુરૂવાર
ગુજરાતમાં કોરોનાએ કેર મચાવ્યો છે. આ વખતે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળા પર કોરોનાનું સંક્ટ ઘેરાયુ છે.વધતાં જતા કેસોને પગલે આ વર્ષે ભાદરવી પૂનમનો મેળો યોજવો કે નહીં તે અંગે રાજ્ય સરકારે વિચાર વિમર્શ શરૂ કર્યો છે.
પાટનગર ગાંધીનગરમાં સીએમ હાઉસમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસૃથાને મળેલી બેઠકમાં આ મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત ત્રણ મંત્રીઓની કમિટી રચાઇ હતી જેના અહેવાલ આધારે રાજ્ય સરકાર ભાદરવી પૂનમનો મેળો યોજવો કે કેમ તે અંગેનો આખરી નિર્ણય લેશે. જોકે,આ વર્ષે અંબાજીમાં મેળો નહી યોજાય તેવી પૂરેપુરી શક્યતા છે.
ગુજરાતમાં કોરોના બેકાબૂ બન્યો છે.અમદાવાદ પછી સુરત કોરોનાનુ હોટ સ્પોટ બની રહ્યુંછે.શહેરો જ નહી , હવે તો ગામડાઓમાં ય કોરોનાના કેસો વધી રહ્યાં છે.
કરોડો લોકોના આસૃથાના પ્રતિક અંબાજી શક્તિપીઠમાં ભાદરવી પૂનમના મેળાને લઇને રાજ્ય સરકાર અને તંત્ર અવઢવમાં મૂકાયુ છે. ભાદરવી પૂનમમાં લાખો શ્રધૃધાળુઓ પૂનમના મેળા ઉમટે છે. આરોગ્ય વિભાગે એવી દહેશત વ્યકત્ત કરી છેકે, જો પૂનમનો મેળો યોજાય તો કોરોનાનું સંક્રમણ વધી શકે છે.ભાદરવી પૂનમે લાખો શ્રધૃધાળુઓ ઉમટતા હોય ત્યારે માસ્ક,સેનેટાઇઝર્સ સહિત અન્ય નિયમોનું પાલન કરાવવુ શક્ય નથી.
અંબાજીના મેળાને લઇને જ મુખ્યમંત્રી નિવાસસૃથાને બેઠક મળી હતી જેમાં ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાના અધ્યક્ષસૃથાને એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી ભાદરવી પૂનમના મેળાને લઇને ઉચ્ચ અિધકારીઓ અને સૃથાનિક તંત્ર સાથે મસલત કરીને મુખ્યમંત્રીને એક રિપોર્ટ સુપરત કરશે. આ રિપોર્ટ આધારે રાજ્ય સરકાર આખરી નિર્ણય જાહેર કરશે.
આજે ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ સહપરિવાર અંબાજી પહોંચ્યા હતાં અને માતાજીની પૂજા અર્ચના કરી હતી. તેમણે આ વાતને સમર્થન આપ્યુ હતું. સૂત્રોના મતે, કોરોનાને કારણે આ વર્ષે પહેલીવાર અમદાવાદમાં રથયાત્રા પણ રદ થઇ હતી. આ જ પ્રમાણે,કોરોનાના સંકટને જોતાં અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો પણ રદ થાય તેવી શક્યતા છે. કદાચ ઇતિહાસમાં પહેલીવાર અંબાજીમાં પૂનમનો મેળો રદ થશે.
ભાદરવી પૂનમમાં પગપાળા જવા 1400 સંઘોએ મંજૂરી માંગી
કોરોનાની મહામારી વચ્ચે હવે તહેવારો- મેળાઓનુ આગમન થયુ છે. અંબાજીમાં ભાદરવી પૂનમે લાખો શ્રધૃધાળુઓ અંબાજી જાય છે.ખાસ કરીને મોટાભાગે લોકો પરંપરા મૂજબ પગપાળાએ જાય છે. અત્યારે કોરોનાને પગલે પૂનમનો મેળો યોજવો કે નહી તે અંગે સરકાર પણ અવઢવમાં મૂકાઇ છે ત્યારે આખાય ગુજરાતમાંથી 1400થી વધુ રજીસ્ટર થયેલાં સંઘોએ અંબાજી પગપાળાએ જવા રાજ્ય સરકાર પાસે સમય અને તારીખ સાથે મંજૂરી માંગી છે.આ વખતે કોરોનાને જોતાં સંઘોએ માતાજીના રથની સાથે માત્ર પાંચ જ વ્યક્તિ સાથે પગપાળાએ જવા નક્કી કર્યુ છે. જોકે, રાજ્ય સરકારે હજુ કોઇ ચોક્કસ નિર્ણય લીધો નથી ત્યારે સંઘો સરકારની નિર્ણયની કાગડોળે રાહ જોઇને બેઠાં છે.
દર વર્ષે 20થી લાખથી વધુ શ્રધ્ધાળુઓ ભાદરવી પૂનમે ઉમટે છે
કોરોનાના વધતાં જતાં સંક્રમણને પગલે આ વખતે અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો ભરાશે નહીં ે તેવી શક્યતા છે. વર્ષ 2019માં ભાદરવી પૂનમના મેળામાં સાત દિવસમાં કુલ 19,84,897 શ્રધૃધાળુઓ ઉમટયા હતાં. પૂનમના દિવસે તો 3.50 લાખ ભકતોએ માતાજીના શરણે શીશ ઝુકાવ્યુ હતું. દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળાને કારણે સ્ટોલ કરીને નાના મોટા વેપારીઓ રોજગારી મેળવે છે. પણ આ વખતે મેળો નહી યોજાય તો વેપારીઓને નુકશાન વેઠવાનો વારો આવશે.