નાગરિક કર્તવ્યના બોધના આધારે સજ્જનો સંગઠિત થઇને સમાજ પરિવર્તનના કામે લાગે
સરસંઘચાલક મોહન ભાગવતે વડોદરાના પ્રબુદ્ધ નાગરિકો સાથે ગોષ્ઠી કરી
વડોદરા : રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત ગુજરાત પ્રવાસે છે. આજે તેઓ વડોદરામા હતા. અહી હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠીનું આયોજન કરાયુ હતું જેમાં મોહન ભાગવતે વિવિધ વિષયો ઉપર ચર્ચા કરી હતી.
તેઓએ પ્રબુદ્ધ નાગરિકોને આવાહન કરતા કહ્યું હતું કે 'સામાજિક સમરસતા કુટુંબ પ્રબોધનથી સંસ્કાર સિંચન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી ભાવ જાગરણ અને નાગરિક કર્તવ્ય બોધના આધાર પર સામાજમાં રહેલી સજ્જનો શક્તિ સંગઠિત થઇ કાર્યમાં ગતિશીલ બની સમાજ પરિવર્તનના કામે લાગે. સમાજમાં રહેલા જાતિ-પાતિના ભેદ દૂર કરવા આચરણ દ્વારા વિશેષ પ્રયાસો થાય. સજ્જન શક્તિનું નેટવર્ક ઊભું થાય એવા વિશેષ પ્રયોગો કરવા જોઇએ.'
સમાજમાં રહેલા જાતિ-પાતિના ભેદ દૂર કરવા આચરણ દ્વારા વિશેષ પ્રયાસો થાય એ જરૃરી છે, સજ્જન શક્તિનું નેટવર્ક ઊભું થાય તેવા પ્રયાસો કરવા જોઇએ

ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં સમાજના સેવા, સ્વાસ્થ્ય, પર્યાવરણ, કળા, સાહિત્યસ લેખન, ઉદ્યોગ અને સમાજ પરિવર્તનના ક્ષેત્રમાં કાર્યરત પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. મોહન ભાગવતે આજે ગરૃડેશ્વર ખાતે નર્મદા સ્નાન કરીને દત્ત મંદિરમાં પૂજા અર્ચના કરી હતી.