વડોદરા કોર્પોરેશનમાં નવા કમિશનર તરીકે બંછાનિધિ પાનીએ ચાર્જ સંભાળ્યો
- બંછાનિધિ પાનીની તાજેતરમાં સુરતથી વડોદરા બદલી થઈ છે
વડોદરા,તા.10 ઓક્ટોબર 2022,સોમવાર
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આજે સવારે મ્યુનિસિપલ કમિશનર તરીકે બંછાનિધિ પાનીએ તેમનો કાર્યભાર સંભાળી લીધો હતો. બંછાનિધિ પાનીની તાજેતરમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનથી વડોદરા કોર્પોરેશન ખાતે બદલી કરવામાં આવી હતી. જ્યારે વડોદરા કોર્પોરેશનના કમિશનર શાલીની અગ્રવાલની સુરત કોર્પોરેશનમાં કમિશનર તરીકે બદલી થઈ હતી. જ્યાં તેમણે તેમનો કાર્યભાર સંભાળી લીધો છે. કમિશનરે ચાર્જ લીધા બાદ મેયરની શુભેચ્છા મુલાકાત લીધી હતી, ત્યારબાદ કોર્પોરેશનના હોદ્દેદારો સાથે બપોરે મીટીંગ કરવાના છે તેમ જાણવા મળ્યું છે.