બગલામુખી મંદિરના મહારાજને ઝડપી પાડવા માટે પોલીસના દરોડા
આજવારોડ ખાતે મહિલા અનુયાયીના ઘેર પણ તપાસ ઃ ભોગ બનનાર ચાર વ્યક્તિની પૂછપરછ
વડોદરા, તા.13 ફેબ્રુઆરી, ગુરૃવાર
મંદીના કારણે ધંધામાં ખોટ જતા બે કરોડનું દેવુ થઇ જતા પોતાની દશા સુધારવા માટે વારસિયા રીંગરોડ પર આવેલા બગલામુખી મંદિરના મહારાજ પાસે ગયેલા ફેકટરી માલિક પાસેથી ૨૧.૮૦ લાખ રૃપિયા રોકડા મહારાજે વિધિના નામે પડાવી લીધા હતા. આ બનાવની ફરિયાદ બાદ બગલામુખી મંદિરના મહારાજા ભૂગર્ભમાં ઉતરી જતા પોલીસે તેઓની શોખધોળ હાથ ધરી છે.
પાણીગેટની દત્તકૃપા સોસાયટીમાં રહેતા દેવરાજ ભાનુભાઇ પંડયાની હાલોલ તાલુકાના બાસ્કા ગામે પર્સિસસ્ટન્ટ હાઇટેક કાસ્ટીકીંગ નામની કાસ્ટીગના મશીનરી પાર્ટસ બનાવવાની ફેકટરી છે. શરૃઆતમાં ફેકટરી સારી રીતે ચાલતી હતી પરંતુ વર્ષ ૨૦૧૪માં મંદી આવતા દેવરાજ પંડયાને ધંધામાં ખોટ જતા બે કરોડ રૃપિયાનું દેવુ થઇ ગયુ હતું. બાદમાં મિત્ર કિંજલ વ્યાસ મારફતે તેના ગુરૃ ડો. પ્રશાંત ઉપાધ્યાયનો સંપર્ક થયો હતો. વારસીયા રીંગરોડ પર બગલામુખી બ્રહ્માસ્ત્ર વિદ્યામંદિરના મહારાજ ડો. પ્રશાંત ઉપાધ્યાયે આર્થિ સ્થિતિ સુધારવા અને ધંધો બરાબરા થવા માટે કહ્યા મુજબ ફેકટરી માલિકે યંત્ર, રામરોટી અન્નક્ષેત્ર તેમજ મુર્તિ માટે પાંચ લાખ મળીને રૃા.૨૧.૮૦ લાખ રૃપિયા આપ્યા હતા.
જો કે ધંધામાં બરકત નહી આવતા ફેકટરી માલિકે રૃા.૨૧.૮૦ લાખ પરત માદચા પ્રશાંત ઉપાધ્યાયે ધમકી આપી હતી કે, હવે પછી પૈસા માંગ્યા છે તો હું તારા કુટુંબ, સમાજ અને ધંધાની દશા બગાડી દઇશ. મારી પાસે ઘણી બધી છોકરીઓ છે તેના દ્વારા કેસ કરાવીને તમને ફીટ કરી દઇશ તેવી ધમકી આપતા આખરે ફેક્ટરી માલિકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી ડો.પ્રશાંત ઉપાધ્યાયના ઘર તેમજ મંદિરે તપાસ કરવા છતાં પત્તો લાગ્યો ન હતો. આજવારોડ ખાતે રહેતી એક મહિલા અનુયાયીના ઘેર પણ તપાસ કરી છતાં ડો.પ્રશાંત ઉપાધ્યાય મળ્યા ન હતાં. દરમિયાન પોલીસે આજે ભોગ બનનાર ફેક્ટરી માલિક તેમજ અન્ય વ્યક્તિઓ જેઓ ભોગ બન્યા છે તેઓના નિવેદન લીધા હતાં.
ll