મોટા ચિલોડા ખાતે ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક સર્કલમાં ઘુસી- સદનસીબે જાનહાનિ ટળી
ટ્રકને ખસેડતા
ઉપયોગમાં લેવાયેલ ક્રેન પણ પલટી ખાઈ ગઈ
ગાંધીનગર : ગાંધીનગર
જિલ્લાના મોટા ચિલોડા ખાતે વહેલી સવારે એક
ટ્રક સર્કલે ઘુસી ગઈ હતી. આ ટ્રક ગાંધીનગરથી વાયા ચિલોડા પુના તરફ જઈ રહી હતી. સોડિયમ કાર્બોેનેટ ભરેલી ટ્રક સર્કલે ઘુસી જતા તેના
આગળના પૈડાં ટ્રકથી નીકળી અલગ થઈ ગયા હતા.
વહેલી સવારે ટ્રક નંબર આરજે-૧૯-જીઓ-૨૦૧૪ ગાંધીનગરથી ચિલોડા થઈને પુના તરફ જઈ રહી હતી.
ત્યારે ડ્રાઈવરે કાબુ ગુમાવતા આ સર્કલે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ આ ટ્રકને સ્થળ પરથી ખસેડવા ક્રેનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
ત્યારે ટ્રકમાં ભરેલા ૧૨૦૦ કિલોના સોડિયમ કાર્બાેનેટ સોડાએશના ૨૦ થેલા એટલે કે ૨૪ ટન
વજન તથા ટ્રકના વજનને લીધે ક્રેન પણ સ્થળ પર
પલટી ખાઈ ગઈ હતી. ત્યારબાદ બીજી ક્રેન લાવવામાં આવી હતી. જેનાથી ટ્રકમાંથી ૨૦ થેલા ખાલી કરી ટ્રકને ખસેડવાનો પ્રયાસ
કરવામાં આવ્યો હતો. અકસ્માત બાદ સ્થળ પર પોલીસજવાન અને હોમગાર્ડજવાને જાહેર માર્ગ પર સર્કલે ટ્રાફિક જામ ન થાય તે માટે ટ્રાફિક નિયમનની
કામગીરી સંભાળી હતી. આ અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી.