નવી દિલ્હી, તા. 17 નવેમ્બર 2018, શનિવાર
દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાનું ગૌરવ પ્રાપ્ત કરેલી સરદાર પટેલની સ્ટેચ્યૂ ઓફ યૂનિટી હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનુ કેન્દ્ર બની છે. સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને જોવા દરરોજ હજારોની સંખ્યામાં લોકો ગુજરાતમાં આવી રહ્યાં છે. હવે આ પ્રતિમાની 597 ફુટ ઊંચાઇએથી ખેંચવામાં આવેલી તસવીર ચર્ચામાં છે.
અમેરીકાના સેટેલાઇટ નેટવર્ક પ્લેનેટે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીની તસવીર શેર કરી છે. આ તસવીર 15 નવેમ્બરે લેવામાં આવી હતી. 182 મીટર ઊચી આ પ્રતિમાને આકાશમાં ઘણી ઊંચાઇ પરથી જોઇ શકાય છે.
ઉલ્લેખનિય છે કે, નર્મદા જિલ્લાના કેવડિયામાં નર્મદા નદી પરના સાધૂ બેટ પર સરદાર પટેલની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે જેને નિહાળવા માટે દરરોજ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે ત્યારે 597 ફુટ ઊંચાઇએથી લેવામાં આવેલી સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનો નજારો જોવા લાયક છે.


