જ્ઞાતિ અલગ હોવાથી પોતાની પુત્રીના રિક્ષાવાળા સાથે લગ્ન કરાવવાની ના પાડનાર મહિલા પર હુમલો
રિક્ષાવાળાએ અસ્ત્રો મહિલાના છાતીના ભાગે મારી દીધો
વડોદરા,18,ફેબ્રુઆરી,2019,સોમવાર
રિક્ષાવાળા સાથે પુત્રીના લગ્ન કરાવી આપવાની ના પાડનાર માતા પુત્રી પર રિક્ષાવાળાએ અસ્ત્રા વડે હુમલો કરી ઈજા કરી હતી. જે અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
આ અંગેની વિગત એવી છે કે આજવારોડ પર રહેતી મહિલા અને તેની પુત્રી ગઈકાલે સાંજે સાડા પાંચ વાગ્યે કમલાનગર પાસેથી જતા હતા. તે સમયે આજવારોડ એકતાનગરમાં રહેતો કાલુ અને રાજુ રીક્ષાવાળા આવ્યા હતા. કાલુએ મહિલાને જણાવ્યું હતું કે તારી છોકરીના અમારી સાથે લગ્ન કરાવી દે પણ મહિલાએ ના પાડીને કહ્યું હતું કે, તમારી અને અમારી જ્ઞાાતિ અલગ છે. મારી જ્ઞાાતિમાં બીજી જ્ઞાાતિ સાથે લગ્ન થતા ન હોય આ લગ્ન થઈ શકે તેમ નથી.તમે લગ્ન કેમ ન કરાવો ? તેમ જણાવીને કાળુ રીક્ષાવાળાએ મહિલા સાથે ઝઘડો કર્યો હતો. તેનું ઉપરાણુ લઈને રાજુ રીક્ષાવાળાએ પણ મહિલા સાથે તકરાર શરૃ કરી હતી. કાલુએ અસ્ત્રો મહિલાને છાતીના ભાગે મારી ઈજા પહોંચાડી હતી. માતાને છોડાવવા વચ્ચે પડનાર પુત્રીને પણ કાલુએ અસ્ત્રાથી હાથ પર ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે મહિલાએ ફરિયાદ નોંધાવતા બાપોદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.