સ્કૂટર ચાલક યુવકના ઘૂંટણ પર ફટકા મારી રૃા.૭ હજાર લૂંટી લીધા
વડોદરા,તા.16 જાન્યુઆરી,2020,ગુરૃવાર
નાગરવાડા નવીધરતી વિસ્તારમાં રૃપિયા નહીં આપનાર યુવક ઉપર હુમલો કરી લૂંટી લેવાતાં પોલીસે બે હુમલાખોરોની તપાસ હાથ ધરી છે.
નવીધરતી રાણાવાસમાં રહેતા પિનેશ રાણાએ પોલીસને કહ્યું છે કે,તા.૧૫મીએ સાંજે હું સ્કૂટર લઇને જતો હતો ત્યારે જીવનસાધના સ્કૂલ પાસે સાંઇબાબા મંદિર નજીક રાકેશ દાફડા અને ભોલાએ મને ઉભો રાખ્યો હતો.
તેમણે મારી પાસે રૃપિયા માંગતા મેં ઇનકાર કર્યો હતો.જેથી ભોલાએ મને પકડી રાખ્યો હતો અને રાકેશે મારા ઘૂંટણ પર લાકડીનો ફટકો માર્યો હતો.હુમલાખોરોએ મારા પેન્ટમાંથી રૃા.૭ હજાર લૂંટી લીધા હતા.લોકો ભેગા થઇ જતાં તેઓ ભાગી ગયા હતા.