રીક્ષા હટાવવાનું કહેનાર દુકાન માલિક પર હુમલો
રીક્ષાચાલકોએ દુકાનની સામે જ રીક્ષાપાર્ક કરી દીધી હતી
વડોદરા,તા,24,જાન્યુઆરી,2020,શુક્રવાર
ડભોઈરોડ સોમાતળાવ ચાર રસ્તા પાસે ફર્નિચરની દુકાનની સામે અડીંગો જમાવીને બેસતા રીક્ષાચાલકોને રીક્ષા હટાવવાનું કહેનાર વેપારી પર રીક્ષાચાલકોએ હુમલો કર્યો હતો.
આ અંગેનીવિગત એવી છે કે વાઘોડિયા રોડ પૂનમ કોમ્પલેક્ષની પાછળ વલ્લભવાટિકામાં રહેતા ગણેશલાલ માંગીલાલ શાહની ડભોઈ રોડ સોમાતળાવ ચાર રસ્તા પાસે શ્રીજી સ્ટીલ ફર્નિચર નામની દુકાન છે. ગઈકાલે બપોરે અઢી વાગ્યે તેમનો મિત્ર કમલેશ દુકાન પર આવ્યો હતો. દુકાનની સામે જ રીક્ષાવાળાઓએ રીક્ષા આડી મૂકી હોય થોડે દુર બાઈક પાર્ક કરીને તેઓ દુકાને આવ્યા હતા. જેથી દુકાન માલિક ગણેશલાલ શાહે રીક્ષાવાળાઓને રીક્ષા હટાવી લેવાનું જણાવતાં રીક્ષાચાલક સંજય ભરવાડ અને રણછોડ ભરવાડે ભેગા મળીને ગણેશલાલ શાહ પર હુમલો કર્યો હતો. જે અંગે પાણીગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.