Get The App

હવસખોરોની પોલીસ સ્ટાઇલમાં પૂછપરછ આપ યહાં ક્યાં કર રહે હો, પાપાકા નંબર દીજીએ ઔર કહાં રહેતો હો

હવસખોરે યુવતીનો હાથ પકડી વીડિયો બનાવવા અન્ય શખ્સને કહ્યું

Updated: Oct 5th, 2024

GS TEAM


Google News
Google News
હવસખોરોની પોલીસ સ્ટાઇલમાં પૂછપરછ  આપ યહાં ક્યાં કર રહે હો, પાપાકા નંબર દીજીએ ઔર કહાં રહેતો હો 1 - image

વડોદરા, તા.5 ભાયલી પાસેના સૂમસામ રોડ પર બેસેલ ધોરણ-૧૧ સાયન્સની વિદ્યાર્થિની અને તેના બોયફ્રેન્ડ પાસે બાઇક પર આવેલા ત્રણે હવસખોરોએ પોલીસ સ્ટાઇલમાં બંનેની પૂછપરછ કરી હતી.

બાઇક પર આવેલા શખ્સો પૈકી એકે હિન્દીમાં બંને ફ્રેન્ડ્સને જણાવેલ કે આપ લોગ યહાં ક્યાં કર રહે હો જેથી સગીરા અને તેના બોયફ્રેન્ડે જણાવેલ કે હમ યહા બેઠે હૈ બાદમાં શખ્સે ફરી દાદાગીરી કરી જણાવેલ કે આપકે પાપાકા નંબર દીજીએ ઔર કહા રહેતો હો તેમ કહી હિન્દીમાં બોલતા શખ્સે સગીરાનો હાથ પકડી લઇ અન્ય શખ્સને જણાવેલ કે આ લોકોનો વીડિયો બનાવ.

અજાણ્યા શખ્સોની દાદાગીરીથી ગભરાઇ ગયેલી સગીરા અને તેના બોયફ્રેન્ડે વીડિયો બનાવવાની કોઇ જરૃર નથી તેમ કહી આનાકાની કરી હતી.

ત્રણે  હવસખોરોએ વિકૃતિની તમામ હદો વટાવી 

એક બાઇક પર આવેલા ત્રણ હવસખોરોએ વિકૃતિની તમામ હદો વટાવી કાઢી હતી. સૂમસામ રોડનો પૂરેપૂરો લાભ ઉઠાવી એક યુવાને રોડ પર જ ધોરણ-૧૧ સાયન્સની વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યું હતું જ્યારે અન્ય એક શખ્સે રોડ પર પડેલી વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરી કિસ કરી હતી અને ત્રીજાએ જાહેરમાં હસ્તમૈથુન કર્યું હતું.

જવા દે.. કહી બે બાઇકસવારો ત્યાંથી નીકળી ગયા

ભાયલી પાસે સૂમસામ રોડ પર રાત્રે બેસેલા યુવાન અને યુવતીને ટાર્ગેટ કરીને બે બાઇક પર પાંચ યુવાનો આવ્યા હતાં. એક બાઇક પર આવેલા બે યુવાનોને કશુ અજુગતું બનશે તેમ લાગતાં તેઓ બાઇક લઇને જવાની તૈયારી કરવા લાગ્યા  હતાં અને તેઓ ગુજરાતીમાં બોલતા હતા કે જવા દે..જવા દ.. તેમ કહી બંને પોતાની બાઇક લઇને નીકળી ગયા હતાં.

Tags :