અમદાવાદ, બુધવાર
પૈસા ડબલ કરી આપવની સ્કીમ દ્વારા ફરી લોકોને છેતરવાના આરોપમાં અશોક જાડેજાને મેટ્રોપોલીટન કોર્ટે જ્યુડિશીયસ કસ્ટડીમાં મોકલ્યો છે. વર્ષ ૨૦૦૯માં અશોક જાડેજા વિરૃધ્ધ ૧૨૬ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં કરોડોની છેતરપિંડીનો આરોપ હતો. આ કેસમાંથી જામીન મળ્યા બાદ અશોક જાડેજાએ મુકેશ કટારા નામના ભાગીદાર સાથે બ્લ્યુ ડાયંડ કંપની દ્વારા લોકોની છેતરપિંડી શરૃ કરી હોવાની સાત ફરિયાદ પોલીસને મળી હતી. જેમાં કુલ રૃપિયા ૨૮ લાખની છેતરપિંડીનો આરોપ હતો. તેથી સી.આઈ.ડી.એ અશોક જાડેજા અને મુકેશ કટારની ધરપકડ કરી બે દિવસ સુધી પોલીસ રિમાન્ડમાં રાખ્યા હતા. આજે મેટ્રો કોર્ટે અશોક જાડેજાને જ્યુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો અને મુકેશ કટારાના બે દિવસના જામીન તપાસ એજન્સીને આપ્યા છે.

