પફ બનાવવાનું ઓવન મશીન ચાલુ રહી જતા કારીગરો ગુંગળાઈને મોતને ભેટયા
કસ્ટમર કેરવાળાએ કારખાનાના માલિકને ફોન કરતા તેઓ ઘટનાસ્થળેે દોડી આવ્યા
અમદાવાદ, મંગળવાર
ઘાટલોડીયામાં પફ બનાવવાના કારખાનામાં આગ લાગતા ત્રણ કારીગરના મોત નીપજ્યા હતા. પફ બનાવવાનું ઓવન મશીન ચાલુ રહી જતા ભારે ધુમાડો કારખામાં પ્રસરી જતા ત્રણેય કારીગરના ગુંગળાઈ જવાથી મોત નીપજ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. ઘાટલોડીયા પોલીસે આ અંગે વધુ તપાસ કરી રહી છે.
એસ.જી.હાઈવે પર નિરમા યુનિવર્સિટીની પાછળ સ્વર્ણીમ સ્કેવેરમાં રહેતા રાજેશ્રીબહેન એ.પટેલ ઘાટલોડીયામાં કે.કે.નગર ગોપાલનગર ખાતે યુ.કે.એસ.ફૂડ નામનું પફ બનાવવાનું કારખાનું ધરાવે છે, જેમાં ત્રણ કારીગરો કામ કરે છે અને કારખાનામાં જ રહેતા હતા. દરમિયાન ૧૪ સપ્ટેમ્બરના રોજ સવારે છ વાગ્યે રાજેશ્રીબહેનના મોબાઈલ પર તેમની કંપનીના કસ્ટમર કેર નંબર પર ફોન આવ્યો હતો. જેમાં તેમને જણાવાયું હતું કે તમારા કારખાનાના પડોશીએ જણાવ્યું છે કે કારખાનામાંથી ધુમાડા નીકળે છે અને કારખાનાનાન શટર ખકડાવવા છતા કોઈ શટર ખોલતું નથી.
આથી રાજેશ્રીબહેનના પતિ અંકુરભાઈ તેમના સાળા કિશનભાઈ સાથે તાત્કાલિક કારખાના પર પહોંચ્યા હતા. તેમણે જોયું તો કારખાનામાંથી ધુમાડો નીકળતો હતો અને શટર બંધ હતું. કારકાનાના કારીગરો અંદર સુતા હોવાથી અને તેઓ બહાર દેખાતા ન હોવાથી કિશનભાઈએ શટર ખોલીને જોતા ત્રણેય કારીગરો બેભાન હાલતમાં પડેલા હતા. બાદમાં એમ્બ્યુલન્સને જાણ કરતા તેમણે ઘટનાસ્થળે આવીને ત્રણેયને મૃત ઘોષિત કર્યા હતા. કારખાનામાં પફ બવાવવાનું ઓવન મશીન ચાલુ રહી જતા પફ બળી ગયા હતા અને તેનો ધુમાડો કારખાનામાં પ્રસરતા અને શટર બંધ હોવાથી ત્રણેય ગુગળાઈને મોતને ભેટયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.બાદમાં પોલીસને જાણ કરાતા ઘાટલોડીયા પોલીસ ઘટનાસ્થળેે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
એક કારીગર ખુરશીમાં તથા અન્ય બે અન્ય રૃમમાં ઢળી પડયા હતા
અંકુરભાઈના સાળા કિશનભાઈએ શટર ખોલીને અંદર જોયું તો ઈબ્રાહીમ ડી.છોટકાઉ(૪૫) નામનો કારીગર ખુરશીમાં બેઠેલો હતો. કિશનભાઈએ તેને ઢંઢોળતા તે ઢળી પડયો હતો. ત્યારબાદ અંદરના રૃમમાં જોતા બે કારીગર અસલમ નીંબર(૨૦) તથા ઈબ્રાહીમભાઈના સંબંધીનો દિકરો હસન મહોમંદ ખાન (૧૪) સુતેલી હાલતમાં જણાયા હતા. જોકે એમ્બ્યુલન્સના ડોકટરે ત્રણેયને તપાસીને મૃત ઘોષિત કર્યા હતા. ત્રણેય કારીગરો મુળ ઉત્તરપ્રદેશના રહેવાસી હોવાનું ઘાયલોડીયા પોલીસે જણાવ્યું હતું.
કારખાનામાં સાતથી આઠ સિલીન્ડર પડેલા હતા
ઘટનાસ્થલે પહોંચેલા ફાયરબ્રિગેડના સ્ટેશન ઓફિસર પંકજ રાવલના જણાવ્યા મુજબ તેઓ જ્યારે ઘટનાસ્થળે ગયા ત્યારે કારખાનામાંસાતતી આઠ સિલીન્ડર પડેલા હતા.તે સિવાય ઓવનમાં પફ બળેલી હાલતમાં હતા અને ધુમાડો થઈ રહ્યો હતો.